Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(સ્થૂળભદ્ર સાથે હરીફાઈ) સિંહ-ગુફાના દ્વાર પર ચાતુર્માસ ગાળનારા મુનિએ ગુરુની સામે પ્રગટ થઈ આ ચતુર્માસ કોશા વેશ્યાની ચિત્રશાળામાં રહી પસ ભોજન આરોગીને ગાળવાની ઇચ્છા પ્રગટ કરી આજ્ઞા માંગી. આર્ય સંભૂતવિજય તરત જાણી ગયા કે - “આ શિષ્ય મુનિ આર્ય સ્થૂળભદ્ર પ્રત્યે દ્વેષાવેશથી આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરી રહ્યો છે. એમણે એમના વિશિષ્ટ જ્ઞાનની મદદથી જાણ્યા પછી કહ્યું : “વત્સ ! તું આ પ્રમાણેને અતિ દુષ્કર અભિગ્રહ કરવાનો વિચાર છોડી દે, આ રીતના અભિગ્રહને ધારણ કરવા માટે મક્કમ મનોબળવાળા મુનિ સ્થૂળભદ્ર જ સમર્થ છે.”
શિષ્યએ હઠ્ઠાગ્રહથી ઉત્તર આપ્યો : “ગુરુદેવ! આ કાર્ય મારા માટે દુષ્કર નહિ પરંતુ સહજ-સુકર છે. હું આ અભિગ્રહને જરૂર ગ્રહણ કરીશ.” આચાર્યએ એને આવું દુઃસાહસ ન કરવા ફરી સમજાવ્યો, પણ ઈર્ષાથી બળી રહેલા એ મુનિને પોતાના ગુરુના હિતકારી વચન પણ રુચિકર ન લાગ્યા. તે ગુરુઆજ્ઞાને અવગણીને કોશા વેશ્યાના ભવન તરફ જવા લાગ્યો. - પોતાના આંગણે આવેલા મુનિને જોઈ કોશા તરત સમજી ગઈ કે -
આર્ય સ્થૂળભદ્ર સાથે હરીફાઈ કરવાની પ્રેરણા લઈ આ મુનિ અહીં ચાતુર્માસ માટે પધાર્યા છે. આ ક્યાંક ભવસાગરના વમળમાં ફસાઈ ન જાય. એ આશંકાને ધ્યાનમાં રાખી એની રક્ષા કરવાનો યત્ન કરવો જરૂરી છે.”
એવો વિચાર કરી કોશાએ પ્રણામ કરીને મુનિને પૂછ્યું : મહામુને ! આદેશ આપો, હું તમારા કયા અભિષ્ટનું નિષ્પાદન કરું?” (તમારી કઈ ઇચ્છા પૂરી કરું?)
ભદ્ર! હું આર્ય સ્થૂળભદ્રની જેમ તારી ચિત્રશાળામાં ચતુર્માસ ગાળવા માંગુ છું, અતઃ તું મને તારી ચિત્રશાળામાં રહેવાની અનુમતિ આપ.”
(કોશા દ્વારા મુનિને પ્રતિબોધ) ' કોશાએ મુનિને ચિત્રશાળામાં રહેવાની પરવાનગી આપી. બસ ભોજન કરાવ્યું. બપોરના સમયે મુનિની કસોટી કરવાના આશાયે કોશા અત્યંત મનોહારી અને આકર્ષક વેશભૂષાનો શણગાર સજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 9િ6969696969696969630 ૧૦૯ |