Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ભદ્રબાહુએ કહ્યું : “બહિષ્કાર ! પણ હું મહાપ્રાણની ધ્યાનની સાધના આરંભ કરી ચૂક્યો છું, માટે સંઘ મારા પર અનુગ્રહ કરી કૃપા કરી સુયોગ્ય શિક્ષાર્થી શ્રમણોને અહીં મોકલી દે. હું એમને દરરોજ ૭ વાચનાઓ આપતો રહીશ.” ત્યાર બાદ સંઘે સ્થૂળભદ્ર આદિ ૫૦૦ શ્રમણોને ભદ્રબાહુ પાસે પૂર્વજ્ઞાનના અભ્યાસ માટે મોકલ્યા, આ પ્રમાણેનો ઉલ્લેખ ઉપરોક્ત ગ્રંથોમાં કરવામાં આવ્યો છે.
તિત્વોગાલી અનુસાર
આવેલા શ્રમણો પાસેથી સંઘનો સંદેશો સાંભળી આચાર્ય ભદ્રબાંહુએ કહ્યું : “પૂર્વોના પાઠો ઘણા લાંબા છે, એમની વાચના આપવા માટે પર્યાપ્ત સમય જોઈશે. પણ મારા જીવનનો સંધ્યાકાળ સામે જ હોવાના લીધે પર્યાપ્ત સમયના અભાવને લીધે હું શ્રમણોને પૂર્વેની વાચનાઓ આપવામાં અસમર્થ છું. હવે મારી ઘણી ઓછી આયુ બાકી છે. હું આત્મ-કલ્યાણમાં વ્યસ્ત છું. આવી સ્થિતિમાં આ વાચનાઓને આપવાથી મારું કયું આત્મપ્રયોજન સિદ્ધ થશે ?’’
સંઘની વિનંતીનો આ રીતે આચાર્ય દ્વારા અસ્વીકાર કરાતા સંઘ દ્વારા નિમાયેલા શ્રમણોએ કંઈક આવેશપૂર્ણ સ્વરમાં ભદ્રબાહુને કહ્યું : “આચાર્ય પ્રવર ! અમારે ઘણા દુ:ખ સાથે તમને પૂછવાની ફરજ પડી રહી છે કે સંઘઆશા ન માનવાનું પરિણામ રૂપે કો દંડ મળે છે ?”
આચાર્ય ભદ્રબાહુએ ગંભીર સ્વરે કહ્યું કે - “વીર શાસનના નિયમ પ્રમાણે આ પ્રકારના જવાબ આપનારા સાધુને શ્રુતનિહ્નવ સમજીને સંઘમાંથી બહિષ્કૃત કરી દેવો જોઈએ.”
આથી સાધુ-સમૂહના પ્રમુખે કહ્યું : “તમે સંઘના સર્વોચ્ચ નાયક છો. આવી હાલતમાં બાર પ્રકારના સંભોગવિચ્છેદના નિયમોને જાણવા છતાં પણ તમે પૂર્વેની વાચના આપવાનો અસ્વીકાર કેવી રીતે કરી રહ્યા છો ?’’
આચાર્ય ભદ્રબાહુએ દૃઢ નિર્ણયયુક્ત સ્વરમાં કહ્યું : “એક શરતે હું વાચના આપવા તૈયાર છું, તે એ છે કે જે સમયે હું મહાપ્રાણ જી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૪