Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મૌર્ય રાજવંશનો અભ્યુદય (ઉદ્ભવ)
વી. નિ. સં. ૨૧૫(ઈ.સ. પૂર્વ ૩૧૨)માં નંદ રાજવંશ નાશની સાથે ભારતમાં મૌર્યવંશ નામના એક શક્તિશાળી રાજવંશનો અભ્યુદય (ઉદય) થયો. આ રાજવંશે એની માતૃભૂમિ આર્ય ધરા ઉપરથી યુનાનીઓના શાસનનું નામોનિશાન દૂર કરી, ન માત્ર સંપૂર્ણ ભારત પર જ, પરંતુ ભારતની બહારના અનેક પ્રાંતોમાં પણ પોતાની વિજય પતાકા ફરકાવી એક સશક્ત અને વિશાળ રાજસત્તાના રૂપમાં ૧૦૮ વર્ષ (વી. નિ. સં. ૨૧૫ થી ૩૨૩ સુધી) શાસન કર્યું. આ રાજવંશના શાસનકાળમાં બહુમુખી પ્રગતિ થઈ.
આ રાજ્યવંશના સંસ્થાપક મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના જીવનની સાથે એ સમયના મહાન રાજનીતિજ્ઞ ચાણક્યનો સંબંધ છે, જેને આ શક્તિશાળી રાજ્યવંશના સંસ્થાપક અને અભિવાહક કહી શકાય છે. વિદ્વાન બ્રાહ્મણ ચાણક્યના બુદ્ધિ-કૌશળના જોરે જ આ મહાન રાજ્યની સ્થાપના થઈ.
મૌર્ય રાજવંશના સંસ્થાપક ચાણક્ય
ગોલ્લ-પ્રદેશના ચણક નામના ગામમાં ચણી નામક એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની(ભાય)નું નામ ચણકેશ્વરી હતું. આ બ્રાહ્મણદંપતી જૈન ધર્મના પરમ અનુયાયી હતા અને શ્રાવકવ્રતનું પાલન કરતા રહીને શ્રમણોની સેવા કરતું હતું.
બ્રાહ્મણી ચણકેશ્વરીએ કાલાન્તરમાં એક પુત્રને જન્મ આપ્યો, એ સમયે ચણી બ્રાહ્મણના એક એકાંત ઓરડામાં કેટલાક સ્થવિર શ્રમણ રોકાયેલા હતા. ચણીએ પોતાના નવજાત શિશુને એ સ્થવિરો સમક્ષ લાવી બતાવ્યું કે - “આ નવજાત શિશુના મોઢામાં જન્મથી જ દાંત છે.’ એના પર શ્રમણ સ્થવિરે કહ્યું કે - “સુશ્રાવક ! તારો પુત્ર એક મહાન પ્રતાપી રાજા હશે.’
મારો પુત્ર રાજ્યસત્તાનો સ્વામી થઈ ક્યાંક નરકનો અધિકારી ન બની જાય.' એવો વિચાર કરી ચણીએ બાળકને ઘરે લઈ જઈ રેતીથી એના દાંત ઘસી નાખ્યા. જ્યારે ચણીએ એના બાળકના દાંત ઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૮૨ ૩૩ ૩