Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રાર્થના કરવા લાગ્યો કે - ‘આર્ય સ્થૂળભદ્રના અપરાધને ક્ષમા કરી અથવા એનો યોગ્ય દંડ આપી આગળના પૂર્વોની વાચના આપવામાં આવે.’
સંઘની પ્રાર્થનાને ધ્યાનથી સાંભળીને આચાર્યએ કહ્યું : “વસ્તુતઃ પૂર્વજ્ઞાનના યોગ્ય પાત્ર સમજીને મેં આર્ય સ્થૂળભદ્રને દશ પૂર્વોમાં બે વસ્તુ ઓછી જેટલો અર્થ અને પૂર્ણ વિવેચન સહિત જ્ઞાન આપી દીધું છે. હું આગળના જે ચાર પૂર્વેની વાચનાઓ એમને નથી આપી રહ્યો, એની પાછળ એક ઘણું મોટું કારણ છે. અજય કામદેવ ઉપર સ્થૂળભદ્રના મહાન વિજયને ધ્યાનમાં લઈને આચાર્ય સંભૂતવિજયે એમને ‘દુષ્કર દુષ્કરકારક'ની ઉપાધિથી નવાજ્યા હતા. આ પ્રકારના ત્યાગી, ઉચ્ચકોટિના મનોવિજયી દશપૂર્વેના જ્ઞાતા આ કુળ-સંપન્ન વ્યક્તિ પણ પોતાની શક્તિ-પ્રદર્શનને રોકી ન શક્યો, તો અન્ય સાધારણ લોકો તો આ દિવ્ય વિદ્યાઓ, શક્તિઓ અને લબ્ધિઓને મેળવી કેવી રીતે પચાવી શકશે, એની કલ્પના પણ નથી થઈ શકતી.”
હવે ભવિષ્યમાં જેમ-જેમ સમય પસાર થતો જશે તેમ-તેમ પળેપળે રિસાઈ જવાવાળા, અવિવેકી અને ગુરુની અવજ્ઞા કરનારા સ્વલ્પ સત્ત્વધારી શ્રમણ હશે. એ મુનિઓની પાસે જો આ પ્રકારની મહાશક્તિશાળી વિદ્યાઓ જતી રહી, તો તેઓ ક્ષુદ્ર બુદ્ધિવાળા શ્રમણ સામાન્યથી સામાન્ય વાત પર કોઈ પર ક્રોધિત થઈ ચાર પ્રકારની વિદ્યાઓના બળપ્રયોગથી લોકોનું અનિષ્ટ કરી પોતાના સંયમથી પતીત થઈ સર્વનાશ સુધ્ધાં કરવા પર ઊતરી આવશે અને આ પ્રમાણે એ દુષ્કર્મોનાં ફળસ્વરૂપે અનંતકાળ સુધી સંસારમાં ભ્રમણ કરતા રહેશે. આ દશામાં બધી રીતે એ જ શ્રેયસ્કર રહેશે કે આ શેષ ચાર પૂર્વેનું જ્ઞાન હવે ભવિષ્યમાં લોકોને આપવામાં ન આવે.”
એથી આર્ય સ્થૂળભદ્રએ કહ્યું : “તમે જે કહી રહ્યા છો, તે બરાબર છે, પણ આવનારી પેઢીઓ એમ જ કહેશે કે સ્થૂળભદ્રની ભૂલના કારણે અંતિમ ચાર પૂર્વ નષ્ટ થઈ ગયા. આ અપયશની કલ્પનામાત્રથી હું ધ્રૂજી ઊઠું છું. અતઃ આપ મને ભલે શેષ- પૂર્વોનો અર્થ છે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૦૮ [૭૩