Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મહાપ્રાણ-ધ્યાન પૂર્ણ થતા-થતા આચાર્યએ આર્ય સ્થૂળભદ્રને દશ પૂર્વેમાં બે વસ્તુઓ ઓછીનું જ્ઞાન કરાવી દીધું. ધ્યાનના સમાપ્ત થતા જ આચાર્ય ભદ્રબાહુએ એમના શિષ્ય પરિકર સહિત નેપાળથી પાટલીપુત્ર તરફ પ્રસ્થાન કર્યું. નગરની બહાર ઉદ્યાનમાં પહોંચી આચાર્યએ બૃહદ્દન સમૂહની સામે ધર્મોપદેશ આપ્યો.
આચાર્ય ભદ્રબાહુ અને આર્ય સ્થૂળભદ્ર આદિ મહર્ષિઓનાં દર્શન માટે સ્થૂળભદ્રની યક્ષા આદિ ૭ બહેન સાધ્વીઓ પણ નગરની બહાર એ ઉદ્યાનમાં આવી. આચાર્યશ્રીને પ્રણામ કરી મહાસતી યક્ષાએ એમને પૂછ્યું: “ભગવન્! અમારા જ્યેષ્ઠ બંધ આર્ય સ્થૂળભદ્ર ક્યાં છે?”
આચાર્યશ્રીએ જણાવ્યું : “આર્ય સ્થૂળભદ્ર પેલી તરફ જીર્ણક્ષીણ ખંડેર બનેલા ચૈત્ય દેરાસરમાં સ્વાધ્યાય કરી રહ્યા હશે.”
આર્યા યક્ષા વગેરે સાતેય બહેનો એમના કહેવા પ્રમાણેના ખંડેરની તરફ ગઈ. દૂરથી પોતાની બહેનોને આવતી જોઈ છૂળભદ્રના મનમાં એમની બહેનોને પોતાની વિદ્યાનો ચમત્કાર બતાવવાની જિજ્ઞાસા થઈ. એમણે તરત જ વિદ્યાના પ્રભાવથી કદાવર સિંહનું રૂપ ધરી લીધું. એ ખંડેર જેવા દેરાસરની અંદર જઈ સાધ્વીઓએ જોયું કે ત્યાં એક ભયંકર સિંહ બેઠેલો છે અને એમના અગ્રજ યેષ્ઠ બંધુ ક્યાંય દેખાતા નથી. તો તેઓ તે જ પળે આચાર્યશ્રીની પાસે જઈ કહેવા લાગી : “પ્રભુ ! ત્યાં તો એક કેસરી બેઠેલો છે, આર્ય ક્યાંય દૃષ્ટિગોચર નથી થઈ રહ્યા. અમે એવી આશંકાથી વ્યાકુળ છીએ કે ક્યાંક એ હોશિયાર વિદ્વાન શ્રમણને સિંહ ખાઈતો નથી ગયો ને ?”
આચાર્યશ્રીએ જ્ઞાનોપયોગથી તરત જ વસ્તુસ્થિતિનો તાગ મેળવી આશ્વાસન કહ્યું : “વત્સાઓ ! પાછા જઈને જુઓ, હવે ત્યાં કોઈ સિહ નથી, પરંતુ તમારો મોટો ભાઈ જ બેઠેલો છે. જેને તમે સિંહ સમજી લીધો હતો તે સિંહ નહિ, પણ તમારો ભાઈ જ હતો.” | ૧૦૬ 2296969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)