Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એક વિશિષ્ટ સમસ્યા
એકાદશાંગીની વાચના સૂખપૂર્વક સંપૂર્ણ થતા જ શ્રમણસંઘની સન્મુખ શ્રુતની રક્ષાના વિષયમાં એક વિકટ સમસ્યા ઉપસ્થિત થઈ. ઉપસ્થિત શ્રમણોમાં દૃષ્ટિવાદના જ્ઞાતા એક પણ શ્રમણ વિદ્યમાન ન હતા. માટે શ્રમણોને ચિંતા થઈ કે દૃષ્ટિવાદ વગર ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત પ્રવચનોના સારને કઈ રીતે ધારણ કરી શકાય ? સંઘ પાસે કેટલાક શ્રમણોએ એવી વાત મૂકી કે સમસ્ત શ્રમણસંઘમાં માત્ર આચાર્ય ભદ્રબાહુ જ ચતુર્દશ પૂર્વધર છે. તેઓ હમણાં નેપાળમાં મહાપ્રાણ ધ્યાનની સાધનામાં લીન છે. માત્ર તેઓ જ ચતુર્દશ પૂર્વોની સંપૂર્ણ વાચનાઓ શ્રમણોને આપી દૃષ્ટિવાદનો નાશ થતો બચાવી શકે છે.
આખરે શ્રમણસંઘે એવો નિર્ણય કર્યો કે - ‘શ્રમણોના એક મોટા સમૂહ(વૃંદ)ને ભદ્રબાહુ પાસે નેપાળ મોકલીને સંઘ તરફથી પ્રાર્થના કરવામાં આવે કે તેઓ સાધુઓને ચતુર્દશ પૂર્વોની વાચનાઓ આપી શ્રુત-સાગરની રક્ષા કરે.' શ્રમણસંઘના આ નિર્ણયાનુસાર સ્થવિરોના માર્ગદર્શનમાં શ્રમણોનો એક મોટાસમૂહે (જૂથ) પાટલીપુત્રથી નેપાળ તરફ પ્રયાણ કર્યું. થોડા જ સમયમાં તેઓ આચાર્ય ભદ્રબાહુની સેવામાં નેપાળ પહોંચી ગયા. સાદર પ્રણામ કર્યા પછી સમૂહના પ્રમુખ સ્થવિરોએ સંઘવતી નિવેદન કર્યું : “કેવળીતુલ્ય પ્રભુ ! પાટલીપુત્રમાં એકત્રિત શ્રમણસંઘની એકાદશાંગીની વાચના કર્યા પછી તમારી સેવામાં યાચના કરીને આ સંદેશો મોકલ્યો છે કે - ‘આજે શ્રમણસંઘમાં તમારા સિવાય કોઈ પણ ચતુર્દશ પૂર્વોનો જ્ઞાતા બાકી રહ્યો નથી. આથી શ્રુતરક્ષા માટે આપ યોગ્ય શ્રમણોને ચૌદ પૂર્વેનું જ્ઞાન પ્રદાન કરો.’”
‘આવશ્યક ચૂર્ણિ અને ધર્મસાગર તપાગચ્છ પટ્ટાવલી' અનુસાર પાટલીપુત્રનો એક સાધુઓનો સંઘ ભદ્રબાહુને લઈ આવવા માટે નેપાળ મોકલવામાં આવ્યો. મહાપ્રાણ-ધ્યાનમાં રત હોવાના લીધે ભદ્રબાહુએ સંઘની આજ્ઞા અસ્વીકારતા સંઘે બીજો સમૂહ મોકલ્યો. એ સમૂહે . ભદ્રબાહુને પૂછ્યું : “સંઘની આજ્ઞા ન માનનાર માટે કયા પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન છે ?’’
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૩૧ ૧૩