Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કોશાએ એ જ ક્ષણે જવાબ આપ્યો : “તપસ્વિન્ ! તમે એક મહામૂર્ખ વ્યક્તિની જેમ કાંબળાની ચિંતા કરી રહ્યા છો, પણ તમને એ વાતનો લેશમાત્ર રેંજ નથી કે તમે તમારા ચારિત્ર્યરૂપી રત્નને અત્યંત અશુચિપૂર્ણ (અપવિત્ર) કાદવના ઊંડા ખાડામાં ધકેલી રહ્યા છો.”
કોશાની ઉપદેશાત્મક કટુવાણીને સાંભળતાં જ મુનિના મન ઉપર ઘેરાયેલાં કામ-સંમોહનાં વાદળો તરત જ વિખરાય ગયાં. એમને પોતાના પતન ઉપર ઘણો અફસોસ થયો. ખરા અર્થમાં શિક્ષા આપી ભવસાગરમાં ડૂબતા બચાવી લેવાથી કોશા પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી.
ત્યાર બાદ મુનિ કોશાના ઘરેથી વિદાય લઈ આચાર્યની સેવામાં હાજર થયા અને એમણે એમના પતનનો સાચો વૃત્તાંત સંભળાવીને ક્ષમા-પ્રાર્થનાની સાથે-સાથે કરવાયોગ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી પોતાનું શુદ્ધીકરણ કર્યું. એમણે ખુલ્લા હૃદયે મુનિ સ્થૂળભદ્રના વખાણ કરતા કહ્યું કે - “તેઓ દુષ્કર દુષ્કરકારક'ની સર્વોત્તમ ઉચ્ચ ઉપાધિથી સન્માનિત કરવાને યોગ્ય જ છે.”
શ્રીયક ને વિરક્તિ
શકટારપુત્ર સ્થૂળભદ્રની જેમ જ શકટારની યક્ષા, યક્ષદિશા, ભૂતા, ભૂતદિશા, સેના, મૈના અને રૈણા નામની સાતેય પુત્રીઓએ પણ એમના પિતાના અવસાન બાદ સંસારથી વિરક્ત થઈ દીક્ષા ધારણ કરી લીધી હતી. વર ુચિએ પણ એના દુષ્કર્મને અનુરૂપ ગરમ સીસું પીને મરવું પડ્યું. આ રીતની કર્મની વિચિત્ર લીલાઓ જોઈ શ્રીયકને પણ સંસાર અસાર લાગતા વૈરાગ્ય ભાવ જાગ્યો અને એણે પણ લગભગ ૭ વર્ષ સુધી મગધના મહામાત્યપદનો કારભાર સંભળાવીને છેલ્લે વી. નિ. સં. ૧૫૩માં આચાર્ય સંભૂતવિજયની પાસે જઈ શ્રમણદીક્ષા લઈ લીધી.
આચાર્ય સંભૂતવિજય અને આચાર્ય ભદ્રબાહુના સંયુક્ત આચાર્યકાળમાં પણ એક લાંબા સમયનો ભયંકર દુકાળ પડ્યો. એ ભયાનક દુકાળની ભયંકર સ્થિતિના સમયે આચાર્ય સંભૂતવિજયનો વી. નિ. સં. ૧૫૬માં સ્વર્ગવાસ થયો. એમની પછી આચાર્ય ભદ્રબાહુ સંઘ-સંચાલનના સૂત્રધાર બન્યા. આર્ય સ્થૂળભદ્ર આચાર્ય ભદ્રબાહુની આજ્ઞા પ્રમાણે વિભિન્ન ક્ષેત્રોમાં ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા રહીને વિચરણ કરવા લાગ્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૭૭ ૧૦૧