Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મુનિ સ્થૂળભદ્રએ કહ્યું : “શ્રાવિકે ! ચાર મહિના સુધી તારી ચિત્રશાળામાં રહેવાની પરવાનગી આપ.”
સ્વામિન્ ! ચિત્રશાળા હાજર છે, એમાં તમે બિરાજો, અને દાસીને ધન્ય કરો.” હર્ષના અતિરેકમાં કોશાએ કહ્યું.
પોતાના આત્મબળ ઉપર પૂર્ણરૂપે આશ્વસ્ત આર્ય સ્થૂળભદ્રએ ચિત્રશાળામાં પ્રવેશ કરી ત્યાં એમનું સ્થાન ગ્રહણ કર્યું. મધુકરી (જમવાના) સમયે કોશાએ મુનિને સ્વાદિષ્ટ પડુસ ભોજન કરાવ્યું. ભોજન બાદ સોળ શણગાર સજીને કોશા મુનિની સમક્ષ હાજર થઈ, એમને પ્રણામ કરી અતિ સંમોહક સ્વરે કહ્યું : “મારા જીવન ધન ! તમારા વિરહ(વિયોગ)ની અગ્નિમાં ઝૂરતી આ કામવલ્લરીને તમારા મીઠા-મધુરા સ્મિતના અમૃતથી ફરી જીવંત કરો.” આમ સાંભળ્યા છતાં મુનિ પૂર્ણતઃ નિર્વિકાર અને મૌન રહ્યા.
પોતાની કરુણાસભર કામયુક્ત પ્રાર્થનાનો આર્ય પર કોઈ પ્રભાવ ન થતો જોઈ કોશાની અંદરનો સૂતેલો નારીત્વનો અહમ્ જાગી ગયો. એણે ત્રિયાચરિત્રના વિવિધ અધ્યાયોને ખોલીને આર્ય સ્થૂળભદ્ર ઉપર ક્રમશઃ પોતાના અમોઘ, કટાક્ષથંગબાણો, વિવિધ હાવ-ભાવોનાં મોહક શસ્ત્રો અને હૃદયને હઠપૂર્વક બાંધનારા કરુણ આક્રંદ, મૂચ્છ (બેશુદ્ધિ), પ્રલાપ, વિવિધ આસનો આદિ નાગપાશોનો ફરી-ફરીને પ્રયોગો કરવા શરૂ કર્યા. પરંતુ એકાન્તતઃ આત્મનિષ્ઠ મહામુનિ સ્થૂળભદ્ર પર કોશા વડે કરવામાં આવેલા બધા જ કામોત્તેજક કટાક્ષપ્રહાર, લંગોક્તિ બધી રીતે નિષ્ફળ થયા. સ્થૂળભદ્રને સાધનામાર્ગથી અસ્થિર કરવાના ઉદ્દેશ્યથી જેમ-જેમ કોશા કામોત્તેજવાર વાર પ્રહારોમાં તીવ્રતા લાવતી ગઈ, તેમ-તેમ મુનિની ધ્યાનની એકાગ્રતા-તલ્લીનતા ઉત્તરોત્તર વધતી જ ગઈ. કોશા દરરોજ મુનિને સ્વાદિષ્ટ વ્યંજનો ખવડાવી અને વિષયસુખોના ઉપભોગો માટે આમંત્રિત કરતી રહીને નિત નવા તુક્કાઓને અજમાવી પોતાના તરફ આકર્ષિત કરવાના સતત પ્રયત્નો કરી રહી, પણ સ્થૂળભદ્ર મુનિ લેશમાત્ર પણ ચલિત થયા વગર નિરંતર ઇન્દ્રિય દમન કરતા રહીને સાધનામાર્ગે વધુ ને વધુ પ્રગતિ કરતા રહ્યા. આખરે ચતુર્માસ પૂર્ણ થતા થતા કોશાએ પોતાની હાર માની હતાશ (નિરાશ) જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ ઃ (ભાગ-૨) 99999999999 ૧૦૦]