Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રત્નકાંબળા પરથી રત્નો દૂર કરી રજોહરણ બનાવી સાધુવેશ ધારણ કરી લીધો. પછી તે સાધુવેશે જ રાજસભામાં બધાની સામે ઉપસ્થિત થઈ બોલ્યા : “રાજનું ! મેં ઘણા વિચાર-મંથન પછી એવો નિર્ણય લીધો છે કે મને ભવપ્રપંચ વધારનાર મહામાત્યપદ નહિ, પરંતુ શાશ્વત વૈરાગ્યસાધક દર્શાસન જોઈએ છે. હું રાગનો નહિ, ત્યાગનો ઉપાસક બનવા માંગુ છું.” આટલું બોલી આર્ય સ્થૂળભદ્ર રાજભવનમાંથી બહાર નીકળી ગયા. મહારાજ નંદ સહિત સમગ્ર રાજસભા સ્થૂળભદ્રના ઓચિંતા લેવાયેલા નિર્ણયથી સ્તબ્ધ થઈ ગઈ.
(પૂળભદ્રની દીક્ષા) સ્થૂળભદ્રએ ભવ્ય મહેલ, અપ્સરા સમાન કોશા અને નવ્ય-ભવ્ય ભોગોને તે જ ક્ષણે એવી રીતે ત્યાગી દીક્ષા, જેમ સાપ કાંચળી ઉતારે છે. તેઓ તન, ધન, પરિજનોનું મમત્વ છોડી સંપૂર્ણ વૈરાગ્ય ભાવથી નગરની બહાર વિરાજમાન આચાર્ય સંભૂતિવિજયની પાસે પહોંચ્યા અને સાદર પ્રણામ કર્યા પછી એમનાં ચરણોમાં સમર્પિત થઈ. વિ. નિ. સં. ૧૪૬માં શ્રમણદીક્ષા ધારણ કરી લીધી.
પૂર્ણ શ્રમણચર્યાનું નિર્દોષ રૂપે પાલન કરવાની સાથે-સાથે, સાદર ગુરુ-પરિચર્યા, સ્થવિર શ્રમણોની સેવા, શુક્રૂષા, અને તપ દ્વારા પોતાનાં કર્મબંધનો નાશ કરતા-કરતા મુનિ સ્થૂળભદ્ર પોતાના ગુરુ આર્ય સંભૂતવિજયની પાસે ઘણા તન્મય થઈ શાસ્ત્રોનું અધ્યયન કરવા લાગ્યા.
મહારાજ નંદે આર્ય સ્થૂળભદ્રના ચાલી જવાથી એમના નાના ભાઈ શ્રીયકને મગધના માહામાત્ય નીમ્યા. પોતાના પિતાની જેમ જ ઘણી કુશળતાથી કુશળ રાજનીતિજ્ઞ શ્રીયકે રાજ્યનું સંચાલન કરીને મગધની લક્ષ્મીશ્રીમાં અભિવૃદ્ધિ કરવાનો પ્રારંભ કર્યો. મહારાજ પણ પોતાના સ્વર્ગસ્થ મહામાત્ય શકટારની માફક જ પોતાના યુવા મહામાત્ય શ્રીયકનો પણ સમાદર કરતા હતા.
(સ્થૂળભદ્ર દ્વારા (વડે) અતિદુષ્કર અભિગ્રહ)
આ તરફ મુનિ સ્થૂળભદ્રએ એમના આરાધ્ય ગુરુદેવની છત્રછાયામાં અથાગ પરિશ્રમ કરીને સંપૂર્ણ એકાદશાંગી ઉપર અધિકારિક રૂપે નિપુણતા મેળવી લીધી. જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 999999999961 ૧૦૫]