Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મહામાત્યપદ
શ્રીયકના કહેવાથી મહારાજ નંદે એમના ઉચ્ચાધિકારીઓને મોકલીને સ્થૂળભદ્રને ઘણા આદરપૂર્વક રાજભવનમાં બોલાવ્યા અને એને મહામાત્યપદ સ્વીકારવાની પ્રાર્થના કરી. આ વિષયમાં ઊંડાણપૂર્વક વિચારવા સ્થૂળભદ્ર રાજભવનના અશોકવનમાં બેઠા. આમ તો તેઓ કોશા વેશ્યા પાસે રહી શારીરિક વાસનાયુકત જીવન વ્યતીત કરી રહ્યા હતા, પણ એમનું વિવેકશીલ અંતર્મન પૂર્ણપણે જાગૃત હતું. એમણે વિચાર્યું - “જે રાજસત્તા અને રાજવૈભવે મારા દેવતુલ્ય પિતાને વગરવાંકે અકાળ મૃત્યુની ગહન ગર્તામાં ધકેલી દીધા, એવા પ્રભુત્વ અને સત્તાસંપન્ન મહામાત્યપદને મેળવીને હું સુખી થઈ શકીશ નહિ. એકાદ દિવસે મારી પણ આવી દુર્દશા થઈ શકે છે. આવી સંશયાસ્પદ સ્થિતિમાં મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું એવા પ્રકારની સંપત્તિ અને સત્તાને વરુ જે હંમેશ માટે મને સુખી બનાવી ચિરકાળ સુધી સંગાથે રહે.”
આ પ્રમાણેના મનોમંથન પછી ચૂળભદ્રને સાંસારિક વૈભવો, પ્રપંચો અને બંધનોથી વૈરાગ્ય ભાવ જાગ્યો. આ વાસ્તવિક બોધે
સ્થૂળભદ્રના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું, જેનાથી એમની જીવનદિશા જ બદલાઈ ગઈ, એમણે મનોમન વિચાર્યું કે - “મહામાત્યનો હોદો નિઃશંક ઘણો ઉચ્ચ હોદ્દો છે, પણ એ પણ એટલું જ સાચું છે કે એ સેવકકર્મ, દાસત્વ અને પારતંત્ર્ય (પરાધીન) પણ છે. પરાધીન વ્યક્તિ સ્વપ્નમાં પણ સુખ અનુભવી શકતો નથી. રાજા, રાજ્ય અને રાષ્ટ્રની ચિંતાઓથી સંપૂર્ણરૂપે ઘેરાયેલા એક મૃત્ય(સેવક)ના ચિત્તમાં પોતાનાં સુખ-દુઃખને વિચારવાનો તો કોઈ અવકાશ જ નથી રહી જતો. રાજા અને રાજ્યના હિતમાં પોતાના બૌદ્ધિક અને શારીરિક શક્તિનો વ્યય કર્યા છતાં પણ બધું જ છીનવાઈ જવાનો ભય હંમેશાં રહે છે. એ બધી શક્તિના વ્યયનું ફળ શૂન્ય સમાન છે. આ પરિસ્થિતિમાં બુદ્ધિશાળી વ્યક્તિની ફરજ બને છે કે તે માત્ર રાજાના હિતમાં જ પોતાની શક્તિનો ખોટો ઉપયોગ ન કરી આત્મકલ્યાણ માટે શક્તિનો ઉપયોગ કરે.”
આ રીતે વિચારીને સ્થૂળભદ્ર ઝડપથી એક નિર્ણય પર આવ્યા. એમણે સંસારના સંપૂર્ણ પ્રપંચોનો છેદ ઉડાડી આત્મકલ્યાણ કરવાનો દઢ સંકલ્પ કરી લીધો. એમણે તે જ ક્ષણે પંચમુઠી લુંચન કરી એમના ૧૬૪ 9999999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)