Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(રહસ્યપૂર્ણ - ચમત્કાર ) કાર્યને સિદ્ધ કરવા માટે યોગ્ય પ્રબંધ કર્યા પછી વરરુચિએ એના શિષ્યોના માધ્યમથી પાટલીપુત્રના નાગરિકોમાં એ પ્રમાણેનો પ્રચારપ્રસાર કરાવ્યો કે - “અમુક તિથિએ સવારે સૂર્યોદયના સમયે વરરુચિ
સ્વનિર્મિત કાવ્યપાઠોથી ગંગાને પ્રસન્ન કરશે અને ગંગા સ્વયં એના હાથો વડે એને ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ આપશે. નિયત તિથિએ સૂર્યોદય પહેલાં જ વિશાળ જનમેદની ગંગાના કિનારે ઉપસ્થિત થઈ ગઈ. વરરુચિ ગંગામાં સ્નાન કર્યા પછી ઉચ્ચ સ્વરે ગંગાની સ્તુતિ કરવા લાગ્યો. સૂર્યોદય થતા-થતા હજારો નર-નારીઓએ જોયું કે અચાનક જ ગંગાના વહેણમાંથી એક નારીનો હાથ ઉપર આવ્યો અને વરરુચિના હાથમાં એક થેલી મૂકી પાછો ગંગાના વહેણમાં વિલીન થઈ ગયો. થેલી બધાની સામે ખોલી સ્વર્ણમુદ્રાઓ ગણી તો તે પૂરી ૧૦૮ નીકળી. વરચિના જયઘોષના નાદથી ગગન ગાજી ઊઠ્યું. વીજળીવેગે આ વાત બધે ફેલાઈ ગઈ. થોડા જ દિવસોમાં વરરુચિની કીર્તિ દૂર-દૂર સુધી ફેલાઈ ગઈ.
એક દિવસ રાજાએ શકટારને ગંગાકિનારે જઈ પ્રત્યક્ષ આ ચમત્કાર જોવાની ઇચ્છા વ્યકત કરી. મહામંત્રી શકટારે ગુપ્તચર વિભાગના એક અત્યંત બુદ્ધિશાળી અને કુશળ અધિકારીને સાચી હકીકતનો પત્તો લગાડવાનો આદેશ આપ્યો, જેના પરિણામે શકટારને ખબર પડી કે વરરુચિ રાતના સમયે ત્યાં જઈ સ્વર્ણમુદ્રાની થેલી ગંગાની અંદર લગાડાયેલા યંત્ર ઉપર મૂકી દેતો હતો અને સવારે એના પર પગ વડે વજન આપવાથી એ થેલી ઉપર આવતા તે મેળવી જનતાની આંખોમાં ધૂળ નાંખતો હતો.
આ હકીકતને જાણ્યા પછી શકટારે આગલી રાત્રે વરરુચિ વડે મુકાયેલી સ્વર્ણમુદ્રાની થેલી ગંગામાંથી એના ગુપ્તચરો પાસે કઢાવી નાંખી.
બીજા દિવસે સવારે સૂર્યોદય પહેલાં જ વિપુલ માનવ-મહેરામણ ગંગાકિનારે એકઠું થઈ ગયું. યથા સમયે મહારાજ નંદ એમના મહામાત્ય અને અન્ય અધિકારીઓની સાથે ત્યાં આવ્યા. વરરુચિએ ગંગાસ્થાન કર્યા પછી ગંગાની સ્તુતિ કરવી શરૂ કરી. સ્તુતિપાઠના અંતે વરરુચિએ | ૧૦૦ 9િ6969696969696969696 જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)