Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દરરોજની જેમ યંત્ર પર પગ મૂકી દબાવ્યો. અચાનક ગંગાની ધારામાંથી એક હાથ ઉપર આવ્યો, પણ તે હાથ ખાલી હતો. એમાં સ્વર્ણમુદ્રા ભરેલી થેલી ન હતી. વરરુચિએ ગંગામાં ડૂબકી લગાવી પાણીમાં એ થેલી શોધવા ઘણા ફાંફા માર્યા, પણ એની બધી મહેનત એળે ગઈ. તે ઊતરેલ મોઢે ચુપચાપ ઊભો રહી ગયો.
આ લે તારી એ ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ ભરેલી થેલી, જેને તે રાતના સમયે ગંગામાં થાપણના રૂપે મૂકી હતી.” આમ બોલી મહામાત્ય શકટારે સ્વર્ણમુદ્રાઓથી ભરેલી થેલી વરરુચિના હાથમાં મૂકી દીધી. એનાથી લોકોની આંખોમાં વૃણા અને તિરસ્કાર ફૂટી નીકળેલો જોઈ વરરુચિએ પ્રાણઘાતક પીડા કરતા પણ વધુ અસહ્ય પીડાનો અનુભવ કર્યો. તે એના આ પયંત્રના ખુલ્લા પડી જવાથી એટલો બધો ક્ષોભ પામ્યો કે કેટલાય દિવસો સુધી પોતાના આવાસમાંથી બહાર સુધ્ધાં ન નીકળ્યો. પોતાના આ જાહેર અપમાનનું કારણ મહામાત્ય શકટારને માની વરરુચિ હંમેશાં એનો બદલો લેવા માટે શકટારની નબળી કડીને શોધવાના પ્રયત્નમાં લાગી રહ્યો.
એક દિવસ શકટારની એક દાસી દ્વારા વરરુચિને એવી સૂચનાજાણકારી મળી કે એના પુત્ર શ્રીયકના વિવાહ પ્રસંગે શકટાર મહારાજ નંદને ભેટ સ્વરૂપે આપવા માટે ઉત્તમ પ્રકારના તેમજ બહુમૂલ્ય છત્ર, ચામર વગેરે સમસ્ત રાજચિહ્નો અને અત્યાધુનિક વિશિષ્ટ પ્રકારનાં સંહારક શસ્ત્રાસ્ત્ર બનાવડાવી રહ્યા છે.
(વરરુચિનું શકટાર વિરુદ્ધ ષડ્યુંત્રા ઉપર્યુક્ત સૂચનાને શકટારથી બદલો લેવા માટે પોતાના ભાવિ પડ્યુંત્રની કામની પૃષ્ઠભૂમિ સમજી એક શ્લોકની રચના કરી, જેનો અર્થ હતો - “મહામંત્રી શકટાર જે કંઈ પણ કરવા માંગે છે, અને મહારાજ નંદ નથી જાણતા. નંદને મારીને શકટાર એક દિવસે પોતાના પુત્ર શ્રીયકને મગધના રાજસિંહાસન પર બેસાડી દેશે.” - વરરુચિએ ઘણાં બધાં બાળકોને મીઠાઈઓ આપીને ભેગાં કર્યા, એમને આ શ્લોક કંઠસ્થ કરાવી કહ્યું કે - “તેઓ આ શ્લોક ગલીઓમાં, બજારોમાં, ચાર રસ્તાઓ પર, રમવાનાં સ્થળોએ અને ઉદ્યાનો વગેરેમાં જૈિન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨) 2996969696969696999 ૧૬૧]