Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વરરુચિ દરરોજ એનાં નવીન કાવ્યો નંદના દરબારમાં સંભળાવતો, જેથી એને તરત જ રાજાના રાજકોશમાંથી ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ મળતી. આ ક્રમ અવિરત ઘણા દિવસો સુધી ચાલતો રહ્યો.
આટલા મોટા પ્રમાણમાં રાજકોશમાંથી ધનરાશિના વ્યયને રોકવું જરૂરી સમજી મહામંત્રી શકટારે એક દિવસ નંદને કહ્યું કે - “જે કાવ્યો વરરુચિ તમને સંભળાવે છે તે એના પોતાનાં બનાવેલાં નથી, પણ બીજા કોઈ કવિઓની રચના આપણી સામે વાંચે છે, એના દ્વારા સંભળાવાયેલી કાવ્યરચના તો મારી યક્ષા, ક્ષદિન્ના આદિ સાત પુત્રીઓ પણ સંભળાવી શકે છે, કાલે સવારમાં જ એનું પ્રત્યક્ષીકરણ થઈ જશે.”
મહારાજ નંદને આ સાંભળી ઘણું આશ્ચર્ય થયું. બીજા દિવસે સવારે રાજસભામાં પડદા પાછળ મહામાત્યની સાતેય પુત્રીઓને બેસાડવામાં આવી. વરરુચિએ મહારાજની સ્તુતિ માટે પોતાના ૧૦૮ નવા શ્લોકો રાજસભામાં સંભળાવ્યા.
વરરુચિના સંભળાવ્યા પછી યક્ષાએ એમના દ્વારા બોલાયેલા ૧૦૮ શ્લોકોને યથાવત્ રીતે સંભળાવી દેતા વરરુચિ સહિત આખી રાજસભા આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાર બાદ અનુક્રમે યાદિજ્ઞા, ભૂતા, ભૂતદિન્ના, સૈણા, મૈણા અને રણાએ પણ એક પછી એક ઊભા થઈ એ શ્લોકોને રાજસભામાં સંભળાવી દીધા. ખરેખર તો એ કન્યાઓ ક્રમશઃ એકપાઠી, (એક વખત સાંભળવામાત્રથી મોટામાં મોટા ગદ્ય અથવા પદ્યને કંઠસ્થ કરનારી) ક્રિપાઠી, ત્રિપાઠી, ચતુર્પોઠી, પંચપાઠી, પપાઠી અને સપ્તપાઠી હતી. રાજસભામાં આ તથ્ય કોઈ જાણતું ન હતું, એને લીધે બધાના મનમાં વરરુચિ પ્રત્યે જુગુપ્સા (નફરત) થઈ ગઈ. પળમાત્રામાં એની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ ગઈ. તે હતપ્રભ અને લજ્જિત થઈ ગયો. (શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો.) - મહામંત્રીની એક જ ચાલથી એની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગયેલી જોઈ એને હૃદયમાં શકટારને પ્રત્યે બદલાની આગ સળગવા લાગી. એને ગમે તે પ્રકારે પોતાની ખોવાયેલી પ્રતિષ્ઠાને પુનઃ પ્રાપ્ત કરવા શકટારથી બદલો લેવાનો નિર્ધાર કર્યો. ઘણા વિચાર-મનન પછી એણે એક રસ્તો (ઉપાય) શોધી કાઢ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 36369696969696969696969 ૧૫૯ |