Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થઈ પડ્યું. આ પરસ્પરનું આકર્ષણ આખરે એ ચરમ સીમાએ પહોંચ્યું કે બાર-બાર વર્ષો સુધી એકબીજામાં રમમાણ (રત) રહેવાને લીધે એમણે એમની દાસીઓ સિવાય કોઈનું પણ મોઢું જોયું નહોતું.
આ તરફ, શ્રીયક એના પિતાની સાથે નવમા નંદના રાજદરબારમાં જવા લાગ્યો, તેમજ એના પિતાના રાજકાજમાં પણ મદદ કરવા લાગ્યો.
(વરરુચિની પ્રતિસ્પધી ) નવમ્ નંદનું રાજ્યતંત્ર શકટારના બુદ્ધિકૌશલ્યથી સ્વચાલિત યંત્રની જેમ વ્યવસ્થિત રીતે જાણે જાતે જ ચાલુ રહ્યું હોય એવું સંચાલન થઈ રહ્યું હતું. રાજ્યના નાનાં-મોટાં તમામ કાર્યોમાં શકટારનું જ પ્રભુત્વ હતું.
શકટારના પ્રબળ પ્રભાવને જોઈ વરરુચિ નામના એક વિદ્વાનના મનમાં દ્વેષ જાગ્યો અને શને શનૈ (ધીરે ધીરે) વિદ્વાન વરરુચિ, મહામાત્ય શકટારનો કટ્ટર પ્રતિસ્પર્ધી બની ગયો. પોતાના પ્રકાંડ પાંડિત્યના માધ્યમે રાજા અને પ્રજાના મનમાં પોતાનું સ્થાન બનાવવાની ગણતરીથી વરરુચિ રાજાની પ્રશંસામાં દરરોજ નવાં-નવાં કાવ્યોની રચના કરી રાજાને સંભળાવી એમની પાસેથી પ્રતિષ્ઠાની સાથે-સાથે અર્થપ્રાપ્તિનો પણ પ્રયાસ કરવા લાગ્યો, પરંતુ શકટારના મોઢેથી એના વખાણના એક પણ બોલ ન નીકળતા. નંદે ના તો ક્યારેય વરરુચિનાં કાવ્યોની પ્રશંસા કરી, ન તો ક્યારેય ખુશ થઈ ધન આપ્યું. અતઃ વરરુચિ સ્થિતિનો તાગ પામી ઘણો વિચાર કર્યા પછી સાહિત્યની મર્મજ્ઞા (જાણકાર) શકટારની પત્ની લક્ષ્મીદેવીને પોતાનાં કાવ્યો વડે ખુશ કરવાનો પ્રયત્ન આદર્યો. પોતાના પદલાલિત્યથી લક્ષ્મીદેવીને પ્રસન્ન કરી વરચિએ એને વિનવણી કરી કે મંત્રીશ્વર શકટારને કહીને મહારાજ નંદની રાજસભામાં એની કાવ્યકૃતિઓની પ્રશંસા કરાવે. છેવટે લક્ષ્મીદેવીએ એમના પતિને વિનંતી કરી કે - “વરરુચિને ધનપ્રાપ્તિ થાય એ હેતુથી તેઓ એની કાવ્યકૃતિની રાજસભામાં પ્રશંસા કરે.' પોતાની વિદુષી પત્નીના આગ્રહને વશ થઈ બીજા દિવસે શકટારે વરરુચિનાં કાવ્યોની રાજસભામાં પ્રશંસા-શ્લાઘા કરી, ફળસ્વરૂપ નંદે પ્રસન્ન થઈ વરરુચિને એના કાવ્યપઠનને ધ્યાનમાં લઈ ૧૦૮ સ્વર્ણમુદ્રાઓ આપી. - ૧૫૮ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)