Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દશપૂર્વધરકાળ
અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુના સ્વર્ગારોહણની સાથે જ વી. નિ. સં. ૧૭૦માં શ્રુત-કેવળીકાળ સમાપ્ત થઈ દશપૂર્વધરોનો કાળ પ્રારંભ થાય છે. વી. નિ. સં. ૧૭૦ થી ૫૮૪ સુધીનો કુલ મેળવીને ૪૧૪ વર્ષ શ્વેતાંબર પરંપરા અને વી. નિ. સં. ૧૬૨ થી ૩૪૫ સુધીના કુલ ૧૮૩ વર્ષ દિગંબર પરંપરા દશપૂર્વધરકાળ ગણે છે. ૮. આર્ય સ્થૂળભદ્રે
જન્મ
દીક્ષા
આચાર્યપદ
સ્વર્ગારોહણ
: વી. નિ. સં. ૧૧૬
વી. નિ. સં. ૧૪૬
વી. નિ. સં. ૧૭૦
: વી. નિ. સં. ૨૧૫
:
:
ગૃહસ્થપર્યાય સામાન્ય મુનિપર્યાય : આચાર્યપર્યાય
: ૩૦ વર્ષ
૨૪ વર્ષ
: ૪૫ વર્ષ
કુલ આયુષ્ય
: ૯૯ વર્ષ
અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુ પછી ભ..મહાવીરના આઠમા પટ્ટધર આચાર્ય સ્થૂળભદ્ર થયા. કામવિજયી આર્ય સ્થૂળભદ્રની ગણના વીરલા નરપુંગવોમાં કરી શકાય છે.
આર્ય સ્થૂળભદ્રએ મેળવેલી કામ પરની અલૌકિક વિજયથી પ્રેરણા લઈ અનેક કવિઓએ એમના જીવનચરિત્રને ધ્યાનમાં લઈ અનેક ભાષાઓમાં કાવ્ય લખ્યાં છે. શૃંગાર અને વૈરાગ્ય બંનેની પરાકાષ્ઠાનો અપૂર્વ અને અદ્ભુત સમન્વય (સંગમ) આર્ય સ્થૂળભદ્રના જીવનમાં જોવા મળે છે. મેશના કોઠારમાં રહીને પણ કોઈ વ્યક્તિ એના તન પર જરાપણ કાળાશ ન લાગવા દે, એ અશક્ય છે. પણ આર્ય સ્થૂળભદ્રએ લાગલગાટ ચાર મહિના સુધી એમના સમયની સર્વોત્કૃષ્ટ સુંદરી કામિની કોશા વૈશ્યાના ઘરે રહીને પણ તદ્દન નિષ્કામ રહી આ અશક્યને શક્ય કરી બતાવ્યું.
૧૫૬ ૭૭૭
ઊજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)