Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જન્મ, માતા-પિતા
આચાર્ય-સ્થૂળભદ્રનો જન્મ વી. નિ. સં. ૧૧૬માં એક એવા સંસ્કારી બ્રાહ્મણ કુટુંબમાં થયો, જે જૈન ધર્મનું દૃઢ આસ્તિક અને રાજમાન્ય હતું. મગધસમ્રાટ ઉદાયીના દેહાંત પછી આ પરિવારના પૂર્વપૂરુષ ‘કલ્પક’ને પ્રથમ નંદ દ્વારા મગધ સામ્રાજ્યના મહામાત્ય નીમવામાં આવ્યા, ત્યારથી જ અર્થાત્ પ્રથમ નંદના સમયથી નવમા નંદના સમય સુધી અવિરત આ જ બ્રાહ્મણ કુટુંબના મોભી મગધના મહામાત્યપદને શોભાવતા રહ્યા. નવમા નંદના મહામાત્યનું નામ શકટાર અથવા શકડાલ હતું. આર્ય સ્થૂળભદ્ર આ જ ગૌતમ-ગૌત્રીય બ્રાહ્મણ શકડાલના પુત્ર હતા. એમની માતાનું નામ લક્ષ્મીદેવી હતું.
મંત્રીશ્વર શકડાલ એમના સમયના ઉચ્ચ કોટિના રાજનીતિજ્ઞ, શિક્ષા વિશારદ અને કુશળ પ્રશાસક હતા. શકડાલના મહામાત્યકાળમાં મગધ દેશની ઉલ્લેખનીય સીમાંવૃદ્ધિની સાથે-સાથે રાજસી ખાતામાં અભૂતપૂર્વ અભિવૃદ્ધિ થઈ.
આવા નામચીન મહામાત્યના ઘરે સ્થૂળભદ્રનો જન્મ થયો. સ્થૂળભદ્રના લઘુબંધુ સહોદરનું નામ શ્રીયક હતું. સ્થૂળભદ્ર અને શ્રીયકની સાત બહેનો હતી. જેમનાં નામ ક્રમશ યક્ષા, યક્ષદિશા, ભૂતા, ભૂતદિશા, સૈણા, મૈણા તથા રૈણા હતાં. મંત્રીશ્વરે એમનાં આ બે પુત્રો અને સાત પુત્રીઓની ઉચ્ચ કેળવણી માટે યોગ્ય આયોજન કરી બધી વિદ્યાઓમાં એમને પારંગત કર્યાં.
કોશાને ત્યાં
બધી વિદ્યાઓમાં નિપુણ હોવા છતાં પણ યુવાન સ્થૂળભદ્ર ભોગમાર્ગથી તદ્દન અનભિજ્ઞ રહ્યાં, અતઃ એમના પિતાએ સંસારથી વિરક્ત સ્થૂળભદ્ર માટે વ્યાવહારિક શિક્ષા અને ગૃહસ્થજીવન તરફ આકર્ષિત કરવા માટે કોશા નામની એક ઘણી ચતુર-બુદ્ધિશાળી વેશ્યાને ત્યાં એમને રાખ્યા. થોડા જ દિવસોના સંસર્ગથી શિક્ષિકા કોશા અને શિક્ષાર્થી સ્થૂળભદ્ર એકબીજાના ગુણો પર એટલા મુગ્ધ-(મોહિત) થયાં કે એક પળ માટે પણ એકબીજાથી દૂર રહેવું એમનાં માટે પ્રાણઘાતક જેવું અસહ્ય જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૭ ૧૫૭