Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(નિયુક્તિકાર કોણ?) ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ ઉપલબ્ધ નિયુક્તિઓના કર્તા નથી, એ સિદ્ધ કરી દીધા પછી એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે અંતે આ નિર્યુક્તિઓ કોની કૃતિઓ છે? એને ઉકેલવાનો પ્રયાસ કરવા પહેલા આપણે એ જોવું પડશે કે ભદ્રબાહુ નામના કેટલા આચાર્યો થયા અને તે કયા - કયા સમયમાં થયા છે? ( દિગંબર અને શ્વેતાંબર બંને જ પરંપરાના ગ્રંથો અને શિલાલેખોને જોવાથી જાણ થાય છે કે કેટલાયે ભદ્રબાહુ થયા છે. દિગંબર પરંપરામાં વિભિન્ન સમયમાં થયેલ ૫ ભદ્રબાહુ નામના આચાર્યોનું વિવરણ આપવામાં આવી ચૂક્યું છે. પરંતુ શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં ભદ્રબાહુ નામના બે આચાર્યો હોવાનો જ ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. એક તો ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ અને બીજા નૈમિત્તિક ભદ્રબાહુ. નૈમિત્તિક ભદ્રબાહુ સંબંધમાં નિમ્નલિખિત જનપ્રિય ગાથા પ્રસિદ્ધ છે. પાવયણી ૧, ધમકહી ૨, વાઈ ૩, ણેમિત્તિઓ ૪, તવસ્સીય ૫, વિજ્જા ૬, સિદ્ધો ૭, ય કઈ ૮, અફેવ પભાવગા ભણિયા વિના અજ્જરહ્મ ૧, નદિરોણો ૨, સિરિગુણ વિણેય 3, ભદ્રબાહુય ૪, ચખવગ પ, ફ્લખવુડ ૬, સમિયા ૭, દિવાયરો ૮, વા ઈહાહરણા રા.
આઠ પ્રભાવકોમાં નૈમિત્તિક ભદ્રબાહુને ચોથો પ્રભાવક માનવામાં આવ્યો છે, શ્વેતાંબર પરંપરામાં ઘણા પ્રાચીન સમયથી એવી માન્યતા સર્વસંમત રૂપથી પ્રસિદ્ધ છે કે દશાશ્રુતસ્કંધ, કલ્પ સૂત્ર, વ્યવહાર સૂત્ર અને નિશીથ સૂત્ર - આ ચાર છેદસૂત્ર આવશ્યક નિર્યુક્તિ વગેરે ૧૦ નિયુક્તિઓ, ઉવસગ્ગહર સ્તોત્ર તથા ભદ્રબાહુ સંહિતા - એ ૧૬ ગ્રંથ ભદ્રબાહુ સ્વામીની કૃતિઓ છે. આ ૧૬ કૃતિઓમાંથી ૪ છેદસૂત્ર શ્રુતકેવળી બદ્રબાહુ દ્વારા નિર્મિત છે, એવું સપ્રમાણ સિદ્ધ કરી ચૂક્યા છીએ. એવી સ્થિતિમાં અનુમાનતઃ શેષ ૧૨ કૃતિઓ નૈમિત્તિક ભદ્રબાહુની હોઈ શકે છે, કારણ કે બે ભદ્રબાહુના અતિરિક્ત ત્રીજા ભદ્રબાહુનું હોવાનો શ્વેતાંબર વામયમાં ક્યાંયે કોઈ ઉલ્લેખ ઉપલબ્ધ નથી થતો. - શ્વેતાંબર પરંપરાના અનેક પ્રાચીન ગ્રંથોમાં ભદ્રબાહુ અને વરાહમિહિરને સહોદર માનીને એમનો વિસ્તૃત પરિચય સંયુકત રૂપે આપવામાં આવ્યો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 999999999992 ૧૫૧]