Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કે એમના દ્વારા એમનાથી ઘણા સમય પછી થયેલ આચાર્યો પ્રત્યે આ પ્રકારનું વિનય-વંદન-નમન આદિની કોઈ પણ દશામાં
સંગતિ નથી થઈ શકતી. ૪. “પિંડ નિર્યુક્તિ ગાથા' ૪૯૮માં આચાર્ય પાદલિપ્તસૂરિ સંબંધમાં
તથા ગાથા ક્રમાંક ૫૦૩ થી ૫૦પમાં વજ સ્વામીના મામા આર્ય સમિતસૂરિ સંબંધમાં અને બ્રહ્મદીપક તાપસોની શ્રમણદીક્ષા અને બ્રહ્મદીપિક શાખાની ઉત્પત્તિ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગાથાઓમાં પ્રાપ્ત વિવરણ શ્રુતકેવળી ભદ્રબાહુના ઘણા સમય પછી થયેલ આચાર્યો તથા એ આચાર્યોના સમયમાં ઘટિત
થયેલ ઘટનાઓ સાથે સંબંધ ધરાવે છે. ૫. ઉત્તરાધ્યન સૂત્રની નિર્યુક્તિની ગાથા સંખ્યા ૧૨૦માં શ્રુતકેવળી
ભદ્રબાહુ પછીના ઘણા સમય પછી થયેલ કાલિકાચાર્યના જીવનની ઘટનાઓનું વિવરણ આપવામાં આવ્યું છે.
વર્તમાન કાળમાં ઉપલબ્ધ નિર્યુક્તિઓ ચતુર્દશ પૂર્વધર આચાર્ય - ભદ્રબાહુની કૃતિઓ નથી, આ તથ્યને સિદ્ધ કરનારું પ્રમાણ
એ છે ઉત્તરાધ્યયન સૂરની નિયુક્તિ (અકામમરણીય)ની નિમ્નલિખિત ગાથામાં નિયુક્તિકારે એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે ચતુર્દશ પૂર્વધર નથી : સવે એએ દારા, મરણવિભત્તીઈ વણિયા કમસો ! સગલણિઉણે પયત્વે, જિણ ચઉદ્દસપુવિ ભાસંતિ ||
અર્થાત્ - મેં મરણ વિભક્તિથી સંબંધિત સમસ્ત દ્વારોનું અનુક્રમે વર્ણન કર્યું છે. વસ્તુતઃ પદાર્થોનું સંપૂર્ણ રૂપે વિશ વર્ણન તો કેવળજ્ઞાની. અને ચતુર્દશ પૂર્વધર કરવામાં સમર્થ છે. - જો નિર્યુક્તિકાર ચતુદર્શ પૂર્વધર હોત તો તે પણ ક્યારેય નહિ કહેતા કે – “વસ્તુતઃ પદાર્થોનું સંપૂર્ણ રૂપે વિશદ વર્ણન તો કેવળજ્ઞાની અને ચતુર્દશ પૂર્વધર જ કરવામાં સમર્થ છે. આ નિર્યુક્તિગાથા જ એ વાતનું સ્વતઃ સિદ્ધ પ્રમાણ છે કે - “નિર્યુક્તિકાર ચતુર્દશ પૂર્વધર ભદ્રબાહુ નથી, અન્ય કોઈ આચાર્ય છે. ૭. શ્રુતકેવળી ભદ્રબાહુ નિર્યુક્તિકાર નથી, આ પક્ષની પુષ્ટિ માટેના
સાતમા પ્રમાણના રૂપમાં આવશ્યક નિર્યુતિની ૭૭૮ થી ૭૮૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 2969696969696969696969] ૧૪૯