Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કોઈ પણ વિદ્વાન આચાર્યએ કોઈ યુક્તિ પ્રસ્તુત નથી કરી. સામાન્ય રીતે માત્ર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે - “ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામી નિયુક્તિકાર હતા.' - શાંત્યાચાર્યએ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ સ્વામીને જ નિર્યુક્તિકાર ઠરાવવાની એમની માન્યતાના પક્ષમાં જ એવી યુક્તિ આપી છે કે - “ઉત્તરાધ્યયનની નિયુક્તિમાં નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામીએ પોતાનાથી ઘણા સમય પછી થયેલા મહાપુરુષોના અને એમના સંબંધિત ઉદાહરણ આપ્યાં છે' . એના આધારે કોઈ એવી શંકા ન કરી બેસે કે ઉત્તરાધ્યયનની નિયુક્તિ ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ દ્વારા રચિત નથી, પરંતુ કોઈ અન્ય દ્વારા રચિત છે અથવા આ ઉદાહરણ કોઈ અન્ય આચાર્ય દ્વારા એમાં જોડવામાં આવ્યા છે કારણ કે આચાર્ય ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવળી હોવાને કારણે ત્રિકાળદર્શી હતા અને એમના પશ્ચાદ્વર્તી અર્વાચીન મહાપુરુષો સંબંધમાં પણ વિવરણ લખવામાં સમર્થ હતા.
ચતુદર્શ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુ નિયુક્તિકાર ન હોઈ શકે; એ તથ્યની પુષ્ટિમાં નિમ્નલિખિત પ્રમાણ દ્રષ્ટવ્ય છે. ૧. ચતુદર્શ પૂર્વધર ભદ્રબાહુ નિર્યુક્તિઓના કર્તા નથી. જો તેઓ
નિયુક્તિકાર હોત તો તે સ્વયં પોતાની સ્તુતિ કરતા જઈ સ્વયંને નમસ્કાર નહિ કરતા અને ન પોતાના શિષ્ય આર્ય સ્થૂળભદ્રના ભગવાન સ્થૂળભદ્ર' એવા સ્તુત્યાત્મક શબ્દોમાં ગુણગાન પણ કરતા. દશાશ્રુતસ્કંધ નિયુક્તિ'ની પહેલી ગાથામાં નિર્યુક્તિકાર દ્વારા ભદ્રબાહુ સ્વામીને નિમ્નલિખિત શબ્દોમાં નમસ્કાર કરવામાં આવ્યો છે : વંદામિ ભદ્રબાહુ, પાઇર્ણ ચરિમસંગલ સુયનાëિ 1 સુરસ્સ કારગમિસિં, દસાસુ કપે ય વવહારે ||૧|| છેદસૂત્રોમાં દશાશ્રુત સ્કંધ, શ્રુતકેવળી ભદ્રબાહુની સર્વપ્રથમ કૃતિના રૂપમાં પ્રસિદ્ધ છે, એટલા માટે નિયુક્તિકારે દશાશ્રુતસ્કંધની નિર્યુક્તિમાં શ્રુતકેવળી ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) 96969696969696969696963 ૧૪૦.