Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ ઉલ્લેખો ઉપર ગંભીરતાથી વિચાર કરવા પર માત્ર ઇતિહાસના વિદ્વાન જ નહિ, અપિતુ સાધારણ વિદ્યાર્થી પણ એ નિષ્કર્ષ પર પહોંચશે કે અનેક ઉલ્લેખ સંભવતઃ કિવદંતીઓ, દંતકથાઓ અને લોકકથાઓના આધારે કરવામાં આવ્યા છે. વસ્તુતઃ એમની પાછળ કોઈ નક્કર આધાર અથવા પુષ્ટ પ્રમાણ નથી. ઉપર આપવામાં આવેલી માન્યતાઓનું ખંડન કરનારા અનેક પ્રમાણ સ્વયં દિગંબર પરંપરામાં વિદ્યમાન છે. એમાંનું એક પ્રબળ પ્રમાણ છે - પાર્શ્વનાથ બસ્તીનો શિલાલેખ, જેનું અભિલેખનકાળ શક સંવત્ પ૨૨, ત્યાર બાદ વિ. સ. ૬૫૭ અને વી. નિ. સં ૧૧૨૭માં છે. એ શિલાલેખમાં ક્રમશઃ ગૌતમ, લોહાર્ય, જમ્મુ, વિષ્ણુ, દેવ, અપરાજિત, ગોવર્ધન, ભદ્રબાહુ, વિશાખ, પ્રોષ્ઠિલ, કૃત્તિકાય, જય, નાગ, સિદ્ધાર્થ, ધૃતિષેણ. અને બુદ્ધિલ - આ ૧૬ આચાર્યોનાં નામ આપ્યાં પછી એમની ઉત્તરવર્તી આચાર્ય પરંપરામાં થયેલ ભદ્રબાહુને નિમિત્તજ્ઞ બતાવતા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એમણે પોતાના નિમિતજ્ઞાનથી ભાવિ ૧૨ વર્ષના અકાળની સંઘને સૂચના આપી. ત્યાર બાદ સમસ્ત સંઘે દક્ષિણાપથની તરફ પ્રસ્થાન કર્યું.
(નામ-સામ્યથી થયેલી ભ્રાંતિ) જે પ્રમાણે ગણધર મંડિત અને મૌર્યપુત્રની માતાઓનાં નામની . સમાનતાના આધારે હેમચંદ્રાચાર્ય, આવશ્યક ચૂર્ણિકાર આદિ અનેક પ્રાચીન વિદ્વાન આચાર્યોએ મૌર્યપુત્રને મંડિતના લઘુ સહોદર બતાવીને એવી માન્યતા અભિવ્યકત કરી દીધી કે - “ભગવાન મહાવીરના જન્મથી પૂર્વે ભરતક્ષેત્રના કેટલાક પ્રાંતોના ઉચ્ચકુલીન બ્રાહ્મણો સુધીમાં વિધવાવિવાહની પ્રથા પ્રચિલત હતી. બિલકુલ એ જ રીતે વિ. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ સુધી આચાર્યપદ પર રહીને છેદસૂત્રકાર ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુને અને વી. નિ. સં. ૧૦૩૨ (શક સં. ૪૨૭)ની આસપાસ વિદ્યમાન વરાહમિહિરના સહોદર ભદ્રબાહુને એક જ વ્યક્તિ માનવાનો ભ્રમ પણ ઘણા પ્રાચીન સમયથી વિદ્વાનોમાં ચાલ્યો આવી રહ્યો છે. આ પ્રકારની બ્રાંત ધારણાનો જન્મ સર્વ પ્રથમ કયા સમયે અને કયા વિદ્વાનના મસ્તિષ્કમાં ઉત્પન્ન થયો, એ નિશ્ચિત પણે નથી કહી શકાતું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969છે ૧૪૫ |