Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મહાન યોગી પણ હતા. એમણે નિરંતર ૧૨ વર્ષ સુધી મહાપ્રાણધ્યાનના રૂપમાં ઉત્કટ યોગની સાધના કરી. આ પ્રકારની દીર્ઘકાલીન યોગસાધનાનાં ઉદાહરણ ભારતીય ઈતિહાસમાં વિરલા જ ઉપલબ્ધ થાય છે. એમણે વી. નિ. સં. ૧૫૬ થી ૧૭૦ સુધીના ૧૪ વર્ષના આચાર્યકાળમાં ભારતનાં વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરી જિનશાસનનો પ્રચાર, પ્રસાર, અને ઉત્કર્ષ કર્યો.
જૈનશાસનમાં ભદ્રબાહુનો મહિમા
ભદ્રબાહુને શ્વેતાંબર તથા દિગંબર બંને પરંપરાઓ દ્વારા પંચમ તથા અંતિમ શ્રુતકેવળી માનવામાં આવ્યા છે. ભદ્રબાહુ સ્વામી દ્વારા કરવામાં આવેલી સંઘ અને શ્રુતની ઉત્કટ સેવાને કારણે એમનું સ્થાન જૈન ઇતિહાસમાં ઘણું ઊંચું છે. શ્રુતશાસ્ત્ર વિષયક એમના દ્વારા નિર્મિત કૃતિઓ લગભગ ત્રેવીસ શતાબ્દીઓથી આજ સુધી મુમુક્ષુ સાધકો માટે પ્રકાશમાન દીપસ્તંભોનું કામ કરી રહી છે. શાસનસેવા અને એમની આ અમૂલ્ય કૃતિઓને કારણે તે ભ. મહાવીરના શાસનના એક મહાન જ્યોતિર્ધર આચાર્યના રૂપમાં હંમેશાંથી સર્વપ્રિય અને વિખ્યાત રહ્યા છે. મુમુક્ષુ સાધકો પર કરવામાં આવેલા આ ઉપકાર પ્રત્યે એમની નિઃસીમ કૃતજ્ઞતા પ્રગટ કરતા અનેક આચાર્યો અને વિદ્વાનોએ એમની ઘણા ભાવપૂર્ણ શબ્દોમાં સ્તુતિ કરી છે.
ભદ્રબાહુ સંબંધમાં વિભિન્ન માન્યતાઓ
અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુનું જૈન ઇતિહાસમાં ઘણું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. દિગંબર પરંપરાના કેટલાક ગ્રંથોમાં આ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે - ‘શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુના જીવનના અંતિમ ચરણમાં જ દિગંબર તથા શ્વેતાંબર આ પ્રકારના મતભેદનો જન્મ થઈ ચૂક્યો હતો.' આ દૃષ્ટિએ પણ આચાર્ય ભદ્રબાહુના જીવન ચરિત્રનું ઐતિહાસિક મહત્ત્વ છે. આચાર્ય ભદ્રબાહુના જીવન-ચરિત્રના સંબંધમાં શ્વેતાંબર અને દિગંબર આ બંને પરંપરાઓમાં તો માન્યતાભેદ છે જ; પણ ભદ્રબાહુના જીવનચરિત્ર વિષયક બંને પરંપરાઓના ગ્રંથોનું સુચારુ રૂપે અધ્યયન કરવાથી એક ઘણું આશ્ચર્ય-જનક તથ્ય પ્રગટ થાય છે કે ન તો શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં આચાર્ય ભદ્રબાહુના જીવનચરિત્રના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૪૦ ૩