Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સંબંધમાં મૌક્ય છે અને નહિ દિગંબર પરંપરાના ગ્રંથોમાં. ભદ્રબાહુના જીવનસંબંધી બંને પરંપરાઓના વિભિન્ન ગ્રંથોને વાંચવાથી એક નિષ્પક્ષ વ્યક્તિને સ્પષ્ટ રૂપથી એવું પ્રતીત થાય છે કે સંભવતઃ બંને પરંપરાઓના અનેક ગ્રંથોમાં ભદ્રબાહુ નામવાળા બે-ત્રણ આચાર્યોના જીવનચરિત્રની ઘટનાઓને ભેગી કરીને અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુના જીવનચરિત્રની સાથે જોડી દીધી. પશ્ચાદ્ર્તી આચાર્યો દ્વારા લખાયેલા કેટલાક ગ્રંથોનો એમના પૂર્વવર્તી આચાર્યો દ્વારા લખેલ ગ્રંથોની સાથે તુલનાત્મક અધ્યયન કરવાથી એવું સ્પષ્ટરૂપે આભાસિત થાય છે કે ભદ્રબાહુના ચરિત્રમાં પશ્ચાદ્ર્તી આચાર્યોએ પોતાની કલ્પનાઓને આધારે કેટલીક ઘટનાઓને જોડી દીધી છે..
તુલનાત્મક અધ્યયન શોધાર્થીઓ અને ઇતિહાસમાં રુચિ રાખનારા વિજ્ઞો માટે લાભપ્રદ હોવાની સાથે-સાથે વાસ્તવિકતાને શોધી કાઢવામાં સહાયક સિદ્ધ થશે. એ દૃષ્ટિથી શ્વેતાંબર અને દિગંબર બંને પરપરાઓના ગ્રંથોમાં ભદ્રબાહુથી સંબંધિત જે સામગ્રી ઉપલબ્ધ છે, એમાંથી આવશ્યક સામગ્રી અહીં પ્રસ્તુત કરવામાં આવી છે.
વ્રતપર્યાયથી પૂર્વનું જીવન
એમ તો પ્રવ્રજ્યા - ગ્રહણના પૂર્વે ભદ્રબાહુનો જીવન પરિચય શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે, પરંતુ એ સંબંધિત ઘટનાચક્ર અને તથ્યોની કસોટી પર ઘસવાથી ખરા નથી ઊતરતા, એવી દશામાં ભદ્રબાહુના ગૃહસ્થજીવનના પરિચય રૂપમાં નિશ્ચિત રૂપે માત્ર એટલું જ કહી શકાય છે કે એમનો જન્મ વી. નિ. સં. ૯૪માં થયો. તે પ્રાચીન-ગૌત્રીય બ્રાહ્મણ હતા અને એમણે ૪૪ વર્ષની અવસ્થામાં આચાર્ય યશોભદ્ર સ્વામીના ઉપદેશથી પ્રતિબોધ મેળવી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી.
શ્વેતાંબર પરંપરાગત પરિચય
દીક્ષા પછીનો આચાર્ય ભદ્રબાહુનો જીવન પરિચય ‘તિત્વોગાલિયપઇણા, આવશ્યક ચૂર્ણિ' આદિ ગ્રંથોમાં અતિ અલ્પ માત્રામાં મળે છે. દીક્ષાગ્રહણથી પૂર્વનું ભદ્રબાહુનું જીવનવૃત્ત ‘ગચ્છાચારપઇણા'ની ગાથા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૪૧