Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૮૨ની ટીકામાં પ્રબંધ ચિંતામણિમાં તથા રાજશેખર સૂરિ કૃત પ્રબંધ કોશ' આદિ અર્વાચીન ગ્રંથોમાં ઉપલબ્ધ થાય છે.
(તિત્વોગાલિપઇન્જય’ અનુસાર) લગભગ વિક્રમની પાંચમી શતાબ્દીના પ્રારંભકાળમાં રચિત તિલ્યો ગાલિપાઈન્વય” નામક પ્રાચીન ગ્રંથમાં નિમ્નલિખિત રૂપથી ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે ?
આચાર્ય શ્રી સય્યભવના સર્વગુણસંપન્ન શિષ્ય જસભદ્ર થયેલા. જસભદ્રના શિષ્ય યશસ્વી કુળમાં ઉત્પન્ન શ્રી સંભૂત થયેલ. ત્યારબાદ સાતમા આચાર્યશ્રી ભદ્રબાહ થયા, જેમનું ભાલ (કપાળ) પ્રશસ્ત અને ઉન્નત તથા ભુજાઓ આજાનુ (આજાનબાહુ) હતી. તેઓ ધર્મભદ્રના નામથી પણ પ્રખ્યાત હતા. આચાર્ય ભદ્રબાહુ ચતુર્દશ પૂર્વધર હતા. એમણે બાર વર્ષ સુધી યોગની સાધના કરી અને છેદ સૂત્રોની રચના કરી.
એ સમયે મધ્યપ્રદેશમાં ભયંકર અનાવૃષ્ટિને કારણે દુષ્કાળ પડ્યો. વ્રતપાલનમાં ક્યાંયે કોઈ પ્રકારનો લેશમાત્ર પણ દોષ ન લાગી જાય અથવા કોઈ પ્રકારે કર્મબંધ ન થઈ જાય એ આશંકાથી અનેક ધર્મભીરુ સાધુએ અત્યંત દુષ્કર આમરણ અનશનની પ્રતિજ્ઞાઓ કરી અને સંખના કરી સમાધિપૂર્વક પ્રાણ ત્યાગી દીધા. અવશિષ્ટ બચી ગયેલા) સાધુઓએ અન્યાન્ય પ્રાંતોની તરફ પ્રસ્થાન કરી સમુદ્ર અને નદીઓનાં તટવર્તી ક્ષેત્રોમાં વિરક્ત ભાવથી વિચરણ કરવાનો પ્રારંભ કર્યો. આચાર્ય ભદ્રબાહુ નેપાળ પધાર્યા અને ત્યાં યોગ-સાધનામાં નિરત થઈ ગયા. દુભિક્ષ(દુકાળ) સમાપ્ત થતા અવશિષ્ટ સાધુ પુનઃ મધ્યપ્રદેશ તરફ વળ્યા. | ‘તિત્વોગાલિયપાંણા'માં ઉક્ત ઉલ્લેખ પશ્ચાતુ પાટલીપુત્રમાં થયેલ પ્રથમ આગમ-વાચના, સાધુઓને ચૌદ (૧૪) પૂર્વોની વાચના આપવાની પ્રાર્થનાની સાથે સંઘ દ્વારા સાધુઓના એક સંઘાટકને ભદ્રબાહુ સ્વામીની સેવામાં નેપાળ મોકલવું, ભદ્રબાહુ સ્વામી દ્વારા પ્રથમતઃ સંઘની પ્રાર્થનાનો અસ્વીકાર કરવો અને અંતે સંભોગવિચ્છેદની સંઘાજ્ઞાની સન્મુખ નમીને સ્થૂળભદ્ર આદિ સાધુઓને વાચના આપવી, સ્થૂળભદ્ર દ્વારા પાટલીપુત્રમાં યક્ષા આદિ આર્યાઓ સમક્ષ પોતાની [ ૧૪૨ 9696969696969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)