Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અહીં એ ઉલ્લેખનીય છે કે ભ. મહાવીરના પ્રથમ પટ્ટધર આર્ય સુધર્માથી લઈને આચાર્ય યશોભદ્ર સ્વામી સુધી અર્થાત્ ૫ પટ્ટ સુધી શ્રમણસંઘમાં એક આચાર્ય પરંપરા બનેલી રહી. વાચનાચાર્ય આદિના રૂપમાં રહેવાવાળા અન્ય આચાર્ય એક જ પટ્ટધર આચાર્યના તત્ત્વધાનમાં શાસન સેવાનું કાર્ય કરતા આવી રહ્યા હતા, પણ આચાર્ય યશોભદ્રએ સંભૂતવિજય અને ભદ્રબાહુ નામક બે શ્રુતકેવળી શિષ્યોને એમના ઉત્તરાધિકારી ઘોષિત કર્યા. આચાર્ય યશોભદ્રએ પોતાની પછી બે આચાર્યોની પરંપરા કયા કારણસર પ્રારંભ કરી, એ સંબંધમાં નિશ્ચિત રૂપે તો કંઈ જ કહી નથી શકાતું; પણ એવું પ્રતીત થાય છે કે શ્રમણ સંઘના અત્યાધિક વિસ્તારને જોઈને સંઘનું સંચાલન સુચારુ રૂપે થઈ શકે, એ દૃષ્ટિ એ આત્યંતર (આંતરિક) અને બાહ્ય સંચાલનનું કાર્ય બે આચાર્યોમાં વિભકત કરી બે આચાર્યોની પરંપરા પ્રચલિત કરી હોય.
એટલું તો નિર્વિવાદ રૂપે સિદ્ધ છે કે આચાર્ય સંભૂતિવિજય વિ. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી ભ. મહાવીરવા શાસનના સર્વેસર્વા આચાર્ય રહ્યા અને એમના સ્વર્ગગમન પછી જ આચાર્ય ભદ્રબાહુએ સંઘની કમાન સંપૂર્ણ રૂપે પોતાના હાથમાં લીધી. સંઘ વસ્તુતઃ બે આચાર્યોની નિયુક્તિ પછી પણ વી. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી આચાર્ય સંભૂતિવિજયની આજ્ઞાનુવર્તી અને ૧૫૬ થી ૧૭૦ સુધી આચાર્ય ભદ્રબાહુનો આજ્ઞાનુવર્તી રહ્યો. એવી દશામાં એ કલ્પના નિતાંત નિરાધાર છે કે એ સમયે જૈનસંઘમાં કોઈ પ્રકારના મતભેદનું બીજારોપણ થઈ ચૂક્યું હતું.
(દિગંબર પરંપરા) દિગંબર પરંપરામાં ચતુર્થ શ્રુતકેવળી આચાર્ય ગોવર્ધનને માનવામાં આવ્યા છે. એમનો પણ દિગંબર પરંપરાના ગ્રંથોમાં કોઈ વિશેષ પરિચય ઉપલબ્ધ નથી થતો.
૧૩૮ 9633683696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)