Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આયાર્ય સંભૂતવિજય
આચાર્ય યશોભદ્ર સ્વામીની પશ્ચાત્ શ્રમણ ભ. મહાવીરના છઠ્ઠા પટ્ટધર આચાર્ય સંભૂતવિજય અને ભદ્રબાહુ સ્વામી થયા. આચાર્ય સંભૂતવિજયનો વિશેષ પરિચય ક્યાંયે ઉપલબ્ધ નથી થતો, એમના સંબંધમાં માત્ર એટલું જ જ્ઞાત છે કે તે માઢર-ગોત્રીય બ્રાહ્મણ હતા. એમનો જન્મ વી. નિ. સં. ૬૬માં થયો. ૪૨ વર્ષ સુધી ગૃહવાસમાં રહેવા પછી આચાર્ય યશોભદ્રના ઉપદેશથી એમણે વી. નિ. સ. ૧૦૮માં શ્રમણ દીક્ષા અંગીકાર કરી. વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરતા રહીને એમણે આચાર્ય યશોભદ્ર પાસે દ્વાદશાંગીનું અધ્યયન કરીને શ્રુતકેવળીપદ પ્રાપ્ત કર્યું. ૪૦ વર્ષ સુધી એમણે સામાન્ય સાધુપર્યાયમાં રહીને જિનશાસનની સેવા કરી અને વી. નિ. સં. ૧૪૮ થી ૧૫૬ સુધી આચાર્યપદ રહીને ભગવાન મહાવીરના સંઘનું સુચારુ રૂપે સંચાલન કર્યું. ચતુર્દશ પૂર્વના જ્ઞાતા અને વાગ્લબ્ધિસંપન્ન થવાના કારણે એમણે પોતાના ઉપદેશોથી અનેક ભોગીજનોને ત્યાગી-વિરાગી બનાવ્યા. ભોગીથી મહાન યોગી બનેલ સ્થૂલભદ્ર એમના જ શિષ્ય હતા. કલ્પસૂત્ર સ્થવિરાવલી અનુસાર એમનાં નિમ્નલિખિત મુખ્ય શિષ્ય-શિષ્યાઓ હતી.
શિષ્ય :
૧. નંદનભદ્ર
૨. ઉપનંદનભદ્ર
૩. તીસભદ્ર
૪. જસભદ્ર
શિષ્યાઓ ઃ ૧. જલ્ખા
૩. ભૂયા
૫. સેણા
૨. જદિણા ૪. ભૂદિણા ૬. વેણા અને ૭. રેણા. આ સાતેય આર્ય સ્થૂળભદ્રની જ બહેનો હતી.
વી. નિ. સં. ૧૫૬માં આર્ય સંભૂતવિજયે પોતાની આયુનો અંતિમ સમય સંનિકટ જાણીને અનશન કર્યું અને સમાધિપૂર્વક
સ્વર્ગગમન કર્યું.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩
૫. સુમનભદ્ર ૯. ઉજ્જુમઈ
૬. મણિભદ્ર
૭. પુણ્યભદ્ર
૮. સ્થૂલભદ્ર
૧૦. જમ્મૂ
૧૧. દીર્ઘભદ્ર અને
૧૨. પંડુભદ્ર
૩૭૭:૧૩