Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આચાર્ય યશોભદ્ર સ્વામી
આચાર્ય સયંભવ પછી ભ. મહાવીરના પંચમ પટ્ટધર શ્રી યશોભદ્ર સ્વામી થયા. એમનો વિસ્તૃત જીવન-પરિચય ઉપલબ્ધ નથી થતો. નંદિ સ્થવિરાવલી અને યુગપ્રધાન પટ્ટાવલી આદિમાં જે થોડો ઘણો પરિચય પ્રાપ્ત થાય છે, એના આધારે તેઓનો જન્મ તંગિયાયનગોત્રીય યાજ્ઞિક બ્રાહ્મણ પરિવારમાં થયો. એમણે એમનો અધ્યયનકાળ પૂર્ણ કરી જ્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કર્યો, ત્યારે અચાનક જ આચાર્ય સäભવના સત્સંગનો સુયોગ થયો. આચાર્ય સäભવની ત્યાગવિરાગ ભરેલી વાણી સાંભળી યશોભદ્રનો સૂતેલો આત્મા જાગી ગયો. એમના મનનો મોહ દૂર થયો અને તે રર વર્ષની તરુણાવસ્થામાં સાંસારિક મોહમાયાને પરિત્યાગીને આચાર્ય સäભવની પાસે દીક્ષિત થઈ ગયા. ૧૪ વર્ષ સુધી નિરંતર ગુરુસેવામાં જ્ઞાન-ધ્યાનની સાધના કરતા - કરતા યશોભદ્ર ચતુર્દશ પૂર્વોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને ગુરુ આજ્ઞાથી અનેક પ્રકારની તપસ્યા કરતા-કરતા તે વિધિવત્ સંયમધર્મનું પાલન કરતા રહ્યા.
વિ. નિ. સં. ૯૮માં આચાર્ય સયંભવના સ્વર્ગારોહણ પછી તે યુગપ્રધાન આચાર્યપદ પર આસન થયા. યુગ પ્રધાનાચાર્યના રૂપમાં અડધી સદી સુધી એમણે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મનો વ્યાપક પ્રચાર-પ્રસાર કર્યો. વિ. નિ. સં. ૧૪૮માં સંભૂતિવિજય તથા ભદ્રબાહુને પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કરીને તેઓ સમાધિપૂર્વક આયુ પૂર્ણ કરી
સ્વર્ગે સિધાવ્યા. - આચાર્ય યશોભદ્ર સ્વામીએ પોતાના આચાર્યકાળમાં એમના પ્રભાવશાળી ઉપદેશોથી મોટા-મોટા યાજ્ઞિક વિદ્વાનોને પ્રતિબોધ આપી જૈન ધર્માનુરાગી બનાવ્યા. આ એમની વિચક્ષણ પ્રતિભાનું સુફળ હતું કે એક જ આચાર્યના શાસનકાળમાં સંભૂતવિજય અને ભદ્રબાહુ જેવા બે સમર્થ શિષ્ય ચતુર્દશ પૂર્વધર કે શ્રુતકેવળી બન્યા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૨) 969696969696969696969 ૧૩૫ |