Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સંપાદન કરવા માટે ઉપયોગી છે અને ભવિષ્યમાં થનારાં અલ્પબુદ્ધિ સાધુ-સાધ્વીઓ પણ એની દ્વારા સંયમધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી સરળતાથી સાધના કરી શકશે. અતઃ કૃપા કરી આપ એ સૂરોનું પૂર્વોમાં સંવરણ (વિલીનીકરણ) ન કરી એને યથાવત્ રહેવા દો.”
સંઘ દ્વારા કરવામાં આવેલી પ્રાર્થનાને સ્વીકારીને આર્ય સäભવે દશવૈકાલિક સૂત્રને યથાવત્ સ્થિતિમાં રહેવા દીધું. સäભવ સ્વામીના આ કૃપાપ્રસાદના ફળ-સ્વરૂપ આજે પણ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘ દશવૈકાલિક સૂત્રનો પૂરેપૂરો લાભ લઈ રહ્યાં છે.
દશવૈકાલિક સૂત્રના દસ અધ્યયન પ્રત્યેક સાધકને માટે અલૌકિક જ્યોતિર્મય પ્રદીપસ્તંભ છે. આ અધ્યયનોમાં પ્રતિપાદિત અત્યંત મહત્ત્વપૂર્ણ આધ્યત્મિક વિષયોનું સારરૂપમાં વિવરણ આ પ્રમાણે છે : ૧. દ્રુમપુષ્પક નામક પ્રથમ અધ્યાયમાં અહિંસા, સંયમ અને તારૂપ
ધર્મનું સ્વરૂપ અને મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આર્ય સંસ્કૃતિના મૂળ સિદ્ધાંતોને પાંચ ગાથાઓમાં સૂત્રરૂપે ગ્રથિત કરી આચાર્ય
સäભવે ગાગરમાં સાગર ભરી દીધો છે. ૨. શ્રમણ્યપૂર્વક નામક દ્વિતીય અધ્યયનમાં સંયમથી વિચલિત મનને તે સ્થિર કરવાના અંતરંગ તેમજ બહિરંગ ઉપાય બતાવવામાં
આવ્યા છે. ૩. ક્ષુલ્લકાચાર નામક તૃતીય અધ્યયનમાં સાધુ માટે પર અનાચારણીય
કાર્યોની તાલિકા આપવામાં આવી છે. ૪. ષજીવનિકાય નામક ચતુર્થ અધ્યયનમાં ૬ પ્રકારના જીવનિકાયના
સંક્ષિપ્ત સ્વરૂપ અને એમની રક્ષા હેતુ યતનાનો નિર્દેશ આપવામાં
આવ્યો છે. ૫. પિડેષણા નામક પંચમ અધ્યયનમાં મુનિઓની આહારવિધિ અને
ભિક્ષા વિષયક અન્ય નિયમોનું વિવેચન બે ઉદ્દેશકો દ્વારા કરવામાં
આવ્યું છે. ૬. ધર્માર્થકામ નામક છઠ્ઠા અધ્યયનમાં સાધુના આચારધર્મનું વર્ણન
કરીને ૧૮ સ્થાનોના વર્જનનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ૭. વચનશુદ્ધિ નામક સાતમા અધ્યયનમાં વાણી અને ભાષાના ભેદોનું - વિશદ વર્ણન કરીને અસત્ય અને દોષપૂર્ણ ભાષાથી બચીને સત્ય
અને નિર્દોષ વાણી બોલવી, એવું કહેવામાં આવ્યું છે. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 99999999999] ૧૩૩]