Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૮. આચાર પ્રણિધાન નામક અષ્ટમ્ અધ્યાયમાં મુનિઓના આચારોનું વર્ગીકરણ સન્નિહિત છે.
૯. વિનયસમાધિ નામક નવમ્ અધ્યાયમાં ચાર ઉદ્દેશકોથી વિનયધર્મની શિક્ષા આપવામાં આવી છે - (૧) વિનયસમાધિ, (૨) શ્રુતસમાધિ, (૩) તપસસમાધિ અને (૪) આચારસમાધિ - એમ સમાધિના ચાર પ્રકાર બતાવ્યા છે.
૧૦. સઃભિક્ષુ નામના દશમા અધ્યાયમાં સાધુજીવનના અધિકારી કોણ છે, કેવી રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે, એનું માધ્યમ કયું છે ? આદિ આદર્શ સાધુજીવનનું સુંદર વિશ્લેષણ સારગર્ભિત અને સીમિત શબ્દાવલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે.
દશવૈકાલિક સૂત્ર ઉપર આચાર્ય ભદ્રબાહુ સ્વામી (દ્વિતીય) દ્વારા રચિત નિર્યુક્તિની અતિરિક્ત અનેક મહત્ત્વપૂર્ણ ટીકાઓ અને વૃત્તિઓ આજે પણ ઉપલબ્ધ છે. સમસ્ત શ્રુતસાગરને વલોવીને પછી આચાર્ય સËભવે આ અત્યંત મહત્ત્વપૂર્ણ આગમનું ગુંફન કર્યું. આ સૂત્રના અધ્યયન અને મનને પોતાના દૈનિક જીવનમાં પ્રમુખ સ્થાન આપી મણક મુનિએ ઘણા અલ્પ સમયમાં દુ:સાધ્ય મુનિધર્મનું સમ્યક્ રીતિથી આરાધન કરીને આધ્યાત્મિક પથ ઉપર અદ્ભુત પ્રગતિ કરીને સ્વર્ગગમન કર્યું.
સચ્ચભવનું સ્વર્ગારોહણ
આચાર્ય સમ્બંભવે ૨૮ વર્ષની યુવાવસ્થામાં (વી. નિ. સં. ૬૪માં) દીક્ષા ગ્રહણ કરી. તે ૧૧ વર્ષ સુધી સામાન્ય સાધુ રહ્યા અને ૨૩ વર્ષ સુધી યુગપ્રધાન આચાર્યપદ ઉપર રહીને એમણે ભ. મહાવીરના ધર્મશાસનની ઘણી નિપુણતા અને નિષ્ઠાથી સેવા કરી. અંતે પોતાનો આયુકાળ સંનિકટ સમજીને પોતાના પ્રમુખ શિષ્ય યશોભદ્રને પોતાના ઉત્તરાધિકારી ઘોષિત કર્યાં અને અનશન તેમજ સમાધિપૂર્વક વી. નિ. સં. ૯૮માં ૬૨ વર્ષની આયુ પૂર્ણ કરી સ્વર્ગગમન કર્યું.
દિગંબર પરંપરાના ગ્રંથોમાં અને પટ્ટાવલીઓમાં સયંભવના સ્થાને નંદિમિત્રને આચાર્ય માનવામાં આવ્યા છે. આચાર્ય નંદિમિત્રનો પણ દિગંબર પરંપરાના ગ્રંથોમાં કોઈ પરિચય ઉપલબ્ધ નથી થતો. ૭ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૩૪ ૦૭૯