Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
લાગ્યા. એક બીજાને જોતા અનાયાસે જ બંનેના હૃદયમાં આનંદની ઊર્મિઓ તરંગિત થવા લાગી.
બાળક દ્વારા વંદન કરાયા પછી મુનિએ સ્નેહભર્યા ગગદ સ્વરમાં બાળકને પૂછ્યું: “વત્સ! તું કોણ છે, કોનો પુત્ર છે, ક્યાંથી આવ્યો છે અને ક્યાં જઈ રહ્યો છે?”
જવાબમાં બાળક મણકે મધુર સ્વરે કહ્યું: “દેવ! હું રાજગૃહ નગર નિવાસી વત્સ ગોત્રીય બ્રાહ્મણ સäભવ ભટ્ટનો પુત્ર છું, મારું નામ મણક છે. હું જે સમયે મારી માતાના ગર્ભમાં હતો, એવા સમયે મારા પિતા ઘર-દ્વાર અને મારી માતાના સ્નેહસૂત્રને તોડીને શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા. હું રાજગૃહ નગરથી એમને અનેક નગરો અને ગામોમાંથી શોધતો-શોધતો અહીં આવ્યો છું. ભગવાન! જો આપ મારા પિતાજીને જાણતા હોવ તો કૃપા કરી મને બતાવો (જણાવો) કે તે ક્યાં છે? મને જો તેઓ એક વખત મળી જાય તો હું એમની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી હંમેશને માટે એમના ચરણોની સેવામાં રહેવા માંગુ છું.”
બાળક મણકના મુખેથી આ સાંભળી આર્ય સäભવની મનોદશા કેવા પ્રકારની રહી હશે, એ તો કેવળ (માત્ર) અનુભવગમ્ય જ છે.
સમુદ્ર સમાન ગંભીર આર્ય સäભવે અદ્ભુત ધર્યની સાથે સ્નેહમયી નિગૂઢ ભાષામાં કહ્યું: “આયુષ્પદ્ વત્સ! હું તારા પિતાને ઓળખું છું. તે માત્ર મનથી જ નહિ પરંતુ તનથી પણ મારાથી અભિન્ન છે. તું મને એમના તુલ્ય જ સમજીને મારી પાસે પ્રવજ્યા ગ્રહણ કરી લે.”
મણક એ મુનિની સાથે જોડાઈ ગયો અને મુનિ એને પોતાની સાથે લઈને આશ્રમ-સ્થળ તરફ ગયા.
ઉપાશ્રયમાં આવ્યા પછી બાળક મણકને જ્યારે અન્ય મુનિઓ પાસેથી જ્ઞાત થયું કે - “જેમની સાથે તે જંગલમાંથી ઉપાશ્રયમાં આવ્યો છે, તે જ આર્ય સયંભવ છે.' તો પોતાના આંતરિક આનંદના અતિરેકને બહાર બીજા સમક્ષ પ્રગટ કર્યા વગર મનમાં ને મનમાં ઘણો પ્રમુદિત (આનંદિત) થયો. ભક્તિવિહ્વળ અને હર્ષવિભોર થઈ તે પોતાના પિતાનાં ચરણોમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યો: “ભગવન્! મને શીઘ જ શ્રમણદીક્ષા પ્રદાન કરો, હવે હું તમારાથી પૃથક (અલગ) નહિ રહીશ.”
બાળક મણકની પ્રબળ ભાવના જોઈને આર્ય સäભવે પણ એને શ્રમણધર્મની દીક્ષા પ્રદાન કરી દીધી. બાળક મણક જે કાલ સુધી ખેલ[ ૧૩૦ 2696969696969696969696] જન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૨)