Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જયાર્ચ સવ્યંભવ ભગવાન મહાવીરના તૃતીય પટ્ટધર આચાર્ય પ્રભવ સ્વામી પછી વિ. નિ. સં. ૭પમા ચતુર્થ પટ્ટધર આચાર્ય સંધ્યભવ થયા. તેઓ વત્સગોત્રીય બ્રાહ્મણ કુળના વિશિષ્ટ વિદ્વાન હતા. આચાર્ય પ્રભવ સ્વામીના ઉપદેશથી પ્રભાવિત થઈને ૨૮ વર્ષની વયમાં જે સમયે સંધ્યભવે શ્રમણદીક્ષા ગ્રહણ કરી, એ સમયે એમના પરિવારમાં માત્ર એમની યુવાપત્ની હતી.
પોતાની પત્નીને અસહાયાવસ્થામાં છોડીને સäભવના દીક્ષિત થવા ઉપર નગરના નાગરિકો ઘણા ખેદની સાથે નિ:શ્વાસ છોડતા બોલ્યા : “ભટ્ટ સંધ્યભવ જેવો સંસારમાં બીજો કોણ આટલો વ્રજહૃદયવાળો હશે, જેણે પોતાની યુવાન, સુંદર, સતી સ્ત્રીને એકાકી છોડીને સંયમમાર્ગમાં પથિક બન્યો હોય ! એક પુત્ર પણ જો હોત તો એને એ આશાળતાના સહારે એ યુવતીનું જીવન આટલું દૂભર ન હોત.”
(બાલર્ષિ મણક) જે દિવસે સäભવ દીક્ષિત થયા એ જ દિવસે આજુબાજુની પાડોશીની સ્ત્રીઓએ સય્યભવની પત્નીને પૂછ્યું : “સરલે ! શું તને આશા છે કે તારી કૂખમાં ભટ્ટકુળનો કુળદીપક આવી ચૂક્યો છે ?”
શરમથી અરુણમુખી સચ્યભવની પત્નીએ પોતાના પાલવમાં મોટું છુપાવીને ઈષત્ સ્મિતની સાથે એ સમયની બોલચાલની ભાષામાં ટૂંકો ઉત્તર આપ્યોઃ “મણગ” (નાક), જેનો અર્થ થાય છે - “હા, કંઈક છે.'
કર્ણ પરંપરાથી વિદ્યુત વેગની જેમ આ સમાચાર સäભવ ભટ્ટના પરિજનો તથા પુરજનોમાં ફેલાઈ ગયા અને બધાએ પરમ હર્ષ અને સંતોષનો અનુભવ કર્યો.
સમય જતા માતાના નીરસ જીવનમાં આશા-સુધાનું સિંચન કરતા સäભવના ઘરમાં પુત્રે જન્મ લીધો. માતાના “મણગં' શબ્દથી એ શિશુના આગમનની પૂર્વ સૂચના લોકોને પ્રાપ્ત થઈ હતી, અતઃ બધાએ એ શિશુનું નામ “મણક રાખ્યું. માતાએ પોતાના પુત્ર મણક પ્રત્યે માતા અને પિતા બંને જ રૂપમાં પોતાના કર્તવ્યનું પાલન કરતા ઘણા સ્નેહપૂર્વક એનું લાલન-પાલન કર્યું. | ૧૨૮ 96969696969696969696969 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)