Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દિગંબર પરંપરાની માન્યતા
દિગંબર માન્યતાના બધા ગ્રંથો અને પટ્ટાવલીઓમાં ભ. મહાવીરના ધર્મસંઘના આચાર્યોની પરંપરામાં આર્ય જમ્મૂ પછી આર્ય પ્રભવના સ્થાને વિષ્ણુને આચાર્ય માનવામાં આવ્યા છે.
દિગંબર પરંપરાના માન્ય ગ્રંથ ઉત્તરપુરાણ(પર્વ ૭૬)’માં જમ્મૂ સ્વામીના શિષ્યના રૂપમાં ભવ નામક મુનિની અને પં. રાજમલ્લે ‘જમ્મૂ ચરિત્તમ’માં પ્રભવનો ઉલ્લેખ કર્યો છે. ‘જમ્મૂ ચરિત્તમ'માં એવું પણ બતાવવામાં આવ્યું છે કે - ‘જમ્મૂ સ્વામીના નિર્વાણના થોડા દિવસો પછી પિશાચાદિ દ્વારા આપવામાં આવેલ ઘોર ઉપસર્ગોના પરિણામ સ્વરૂપ વિદ્યુચ્ચર અને એની સાથે દીક્ષિત થયેલ પ્રભવ આદિ ૫૦૦ દસ્યુ રાજકુમારોનું મૃત્યુ થયું અને તે બધા દેવ બન્યા. ઉપરોક્ત બંને ગ્રંથોમાં એનાથી વધારે પ્રભવનો કોઈ પરિચય આપવામાં નથી આવ્યો.
જમ્મૂ સ્વામી પછી ભ. મહાવીરના ધર્મસંઘના આચાર્ય આર્ય પ્રભવ બન્યા અથવા આર્ય વિષ્ણુ (અપરનામ નંદિ) બન્યા, આ એક ઘણો જ જટિલ અને મહત્ત્વપૂર્ણ પ્રશ્ન છે. ભ. મહાવીરના નિર્વાણ પછી આચાર્ય પરંપરા સંબંધમાં આર્ય જમ્મૂ સુધી સચેલક અને અચેલક બંને પરંપરાઓમાં પ્રાયઃ મતૈક્ય જ દૃષ્ટિગોચર થાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમનો પ્રથમ પટ્ટધર માનવા ન માનવાથી કોઈ વિશેષ અંતર નથી પડતું, કારણ કે એનાં વિભેદની કોઈ ગંધ નથી આવતી. અચેલક પરંપરા ઇન્દ્રભૂતિને પ્રથમ પટ્ટધર માને છે તો સચેલક પરંપરા એમને પટ્ટધરપદ કરતા પણ અધિક ગરિમાપૂર્ણ ગૌરવ અને સન્માન આપે છે. પરંતુ ‘જમ્મૂ સ્વામીના ઉત્તરાધિકારી કોણ બન્યા,' આ પ્રશ્નને લઈને શ્વેતાંબર અને દિગંબર પરંપરાના મતભેદનું સૂત્રપાત્ર થાય છે. આ મતભેદ આચાર્ય વિષ્ણુ(અપરનામ નંદિ)થી પ્રારંભ થઈ નંદિમિત્ર, અપરાજિત અને આચાર્ય ગોવર્ધન સુધી ચાલે છે. અંતિમ શ્રુતકેવળી આચાર્ય ભદ્રબાહુને બંને પરંપરાઓ સમાન રૂપે પોતાના અંતિમ ચતુર્દશ પૂર્વધર આચાર્ય માને છે. આચાર્ય ભદ્રબાહુ પછી પુનઃ એ જ મતભેદનો પ્રારંભ થાય છે અને એના પછી ક્યાંય આ બંને પરંપરાઓમાં એતદ્વિષયક મૌક્યના દર્શન નથી થતા. કાલાન્તરમાં યતિવૃષભના ગુરુ આર્ય મંક્ષુ અને નાગહસ્તિનો કાળ જ માત્ર ૩ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૨૬ ૭