Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
-
ભટ્ટ છે, જે એ દિવસોમાં યજ્ઞાનુષ્ઠાનમાં નિરત છે, તે ભ. મહાવીરના ધર્મસંઘના સંચાલનના ભારને વહન કરવામાં પૂર્ણરૂપે સમર્થ થઈ શકે છે.”
બીજા જ દિવસે ગણનાયક પ્રભવ સ્વામી પોતાના સાધુઓની સાથે વિહાર કરતા-કરતા રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં પહોંચીને તેમણે પોતાના બે સાધુઓને આદેશ આપ્યો : “શ્રમણો ! તમે બંને સઠંભવ બ્રાહ્મણના યજ્ઞમાં ભિક્ષાર્થે જાઓ. ત્યાં જ્યારે બ્રાહ્મણો તમને ભિક્ષા આપવાની ના પાડે તો તમે ઉચ્ચ સ્વરથી નિમ્ન શ્લોક એ લોકોને સંભળાવી પુનઃ અહીં પરત આવજો.”
“અહો કષ્ટમહો કષ્ટ, તત્ત્વ વિજ્ઞાયતે નહિ. - અર્થાત્ અહો ! મહાન દુઃખની વાત છે, ઘણા શોકનો વિષય કે ખરા તત્ત્વ(પરમાર્થ)ને સમજવામાં નથી આવી રહ્યો.'
આ પ્રકારે આચાર્યના સંકેતાનુસાર તત્કાળ બે સાધુ ભિક્ષાર્થે રાજગૃહ નગરની તરફ પ્રસ્થિત થયા અને સäભવ ભટ્ટના વિશાળ યજ્ઞમંડપમાં પહોંચીને ભિક્ષા માટે ઊભા રહ્યા. ત્યાં યજ્ઞમાં ભાગ લેવા માટે ઉપસ્થિત વિદ્વાન બ્રાહ્મણોએ એ બંને સાધુઓને યજ્ઞાન્નની ભિક્ષા આપવાનો નિષેધ કર્યો.
તેથી પ્રભવ સ્વામીની આજ્ઞાનુસાર મુનિ-યુગલે ઉચ્ચ સ્વર(મોટા સાદ)માં ઉપર લિખિત શ્લોકનું ઉચ્ચારણ કર્યું અને તેઓ પોતાના સ્થાનની દિશામાં પાછા ફર્યા.
મુનિ-યુગલ દ્વારા ઉચ્ચારણ કરાયેલા ઉપરોક્ત શ્લોકને જ્યારે યજ્ઞાનુષ્ઠાનમાં નિરત, પાસે જ બેઠેલા સäભવ ભટ્ટ સાંભળ્યો તો તે એના ઉપર વાદ-વિવાદ કરવા લાગ્યો. તે એ વાત સારી રીતે જાણતો હતો કે જૈન શ્રમણ કોઈ પણ દશામાં અસત્ય-ભાષણ નથી કરતા. અતઃ એના મનમાં વાસ્તવિક તત્ત્વજ્ઞાન સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ ઊઠવા લાગી. સäભવના અંતર્મનમાં ઊઠેલા અનેક પ્રકારના સંશયોના તોફાને જયારે એને ખરાબ રીતે ઝંઝોડવાનો પ્રારંભ કર્યો, તો એણે યજ્ઞનું અનુષ્ઠાન કરવાવાળા પોતાના ઉપાધ્યાયને પ્રશ્ન કર્યો : “પુરોહિત પ્રવર ! વાસ્તવમાં તત્ત્વનું ખરું રૂપ શું છે?”
ઉપાધ્યાયે પોતાના કુપિત યજમાનને સામે જોઈને વિચાર કર્યો અને કહ્યું : “અહંતુ ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મ જ વાસ્તવિક તત્ત્વ | ૧૨૪ [969696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)