Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એના અંતર્મનમાં વિચારોનો ફુવારો ફૂટી નીકળ્યો. એણે વિચાર્યું - આ અતિશય કાંત, પરમ સુકુમાર, સુધાંશુથી પણ સૌમ્ય, સર્વાંગસુંદર અને મનમોહક અનુપમ સ્વરૂપ, કુબેરોપમ અપરિમિત વૈભવ, સુરબાળાઓ સમાન અનિંદ્ય સૌંદર્ય અને સર્વગુણસંપન્ન આઠ પત્નીઓ, ભવ્ય-ભવન અને સહજસુલભ પ્રચુર ભોગ-સામગ્રી - આ બધાંનો તૃણવત્ પરિત્યાગ કરી એક તરફ જમ્મુ-કુમાર મુક્તિપથના પથિક બની રહ્યા છે, એનાથી વિપરીત બીજી તરફ હું મારા ૫૦૦ સાથીઓની સાથે બીજા દ્વારા કઠોર પરિશ્રમથી ઉપાર્જિત સંપત્તિ લૂંટવાનું જઘન્ય દુષ્કૃત્યમાં રાત-દિવસ નિરત છું. મેં અગણિત લોકોને, એમના જીવનને દુઃખમય બનાવી નાખ્યાં છે. હાય ! મેં લૂંટમાર અને ચોરીના અનૈતિક, અસામાજિક અને ધૃણાસ્પદ કાર્યને અપનાવીને ઘોરાતિઘોર, પાપ પુંજોનું ઉપાર્જન કરી લીધું છે. નિશ્ચિત રૂપથી મારું ભવિષ્ય ઘણું જ ભીષણ, દુઃખદાયી અને અંધકારપૂર્ણ છે.”
પોતાનાં કુકર્મોનું ફળ કેટલું દારુણ અને ભયાવહ હશે ?' એ વિચાર આવતાં જ પ્રભવ ધ્રૂજી ઊઠ્યો. એણે તત્કાળ દઢ નિશ્ચય કર્યો કે - બધા પ્રકારનાં પાપપૂર્ણ કાર્યોનો પરિત્યાગ કરીને અને સમસ્ત વિષયોપભોગોથી વિરક્ત થઈ પોતાના બગડવા જઈ રહેલા ભવિષ્યને સુધારવામાં અને આત્મકલ્યાણમાં જોડાઈ જશે.'
મનોમન એવો નિશ્ચય કરી પ્રભવે પોતાનું મસ્તક જખૂકુમારનાં ચરણોમાં રાખીને હાથ જોડી કહ્યું : “સ્વામિન્ ! તમે મારા ગુરુ છો અને હું આપનો શિષ્ય. તમે મને મોક્ષનો માર્ગ દેખાડી દીધો છે. મેં એવો દેઢ નિશ્ચય કરી લીધો છે કે - “હું હવે તમારી સાથે જ પ્રવ્રજિત થઈને જીવનપર્યત તમારી સેવા કરીશ. તમે મારો શિષ્ય રૂપમાં સ્વીકાર કરો.”
જબૂકુમારે સ્વીકૃતિ-સૂચક સ્વરમાં કહ્યું : “સારું.” બૂકુમાર દ્વારા સ્વીકૃતિ-સૂચક શબ્દના ઉચ્ચારણની સાથે જ પ્રભવના ૫૦૦ ચંભિત સાથી સ્થંભનથી વિમુક્ત થઈ ગયા. પ્રભવે પોતાના બધા સાથીઓને આદેશ આપીને સમસ્ત સંપત્તિને યથાસ્થાને મૂકી દીધી અને તેણે જણૂકુમાર માસે અનુમતિ લઈને દીક્ષાર્થે પોતાના પિતાની આજ્ઞા લેવા માટે તત્કાળ પોતાના સાથીઓ સહિત જયપુર નગરની તરફ પ્રસ્થાન કર્યું. ૧૨૨ 696969696969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)