Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
( વણિકનું દષ્ટાંત) “એક વખત એક વ્યાપારી માલનાં કેટલાંયે ગાડાં ભરીને સાર્થ સંઘની સાથે દેશાંતરે જતો હતો, ત્યારે એક વિકટ અટવી(જંગલ)માં પહોંચ્યો. એ વ્યાપારીએ માર્ગમાં લેણ-દેણની સુવિધાની દૃષ્ટિથી એક ખચ્ચર ઉપર ખરીજ (પરચૂરણ)થી ભરેલો એક કોથળો લાદેલો હતો. જંગલમાં પહોંચતાં-પહોંચતાં સિક્કાઓથી ભરેલો એ કોથળો કોઈક કારણસર ફાટી ગયો, પરિણામ સ્વરૂપે ઘણા બધા સિક્કા માર્ગમાં જ વિખેરાઈ ગયા. જાણ થતાં એ વ્યાપારીએ પોતાનાં બધાં ગાડાંઓને રોકી દીધા અને રસ્તામાં વિખેરાયેલા સિક્કાઓને પોતાના માણસોની સહાયથી વીણવા લાગ્યો. સાર્થ (સંઘ)ના રક્ષકોએ એ વ્યાપારીને કહ્યું : શા માટે કોડીઓના બદલામાં કરોડોની સંપત્તિને જોખમમાં નાખી રહ્યા છો? અહીં આ ભયાનક વનમાં ચોરોનો ઘણો આતંક છે, અતઃ ગાડાંઓને શીઘ્રતાપૂર્વક આગળ વધવા દો.”
રક્ષકોની યોગ્ય સલાહને અસ્વીકારતા તે વ્યાપારીએ કહ્યું : “ભવિષ્યનો લાભ સંદિગ્ધ છે, એવામાં જે પાસે છે, એને છોડવું બુદ્ધિમાની નથી.” એવું કહી તે સિક્કાઓને વણવામાં જોતરાઈ ગયો.
સાર્થના અન્ય લોકો અને સાર્થના રક્ષક એ વ્યાપારી અને એના માલથી ભરેલાં ગાડાંઓને ત્યાં છોડીને આગળ વધી ગયા. વ્યાપારી રસ્તામાં વેરાયેલા સિક્કાઓને વીણતો રહ્યો. એ વ્યાપારીની સાથે રક્ષકોને ન જોતાં ચોરોની એક ટુકડીએ એના ઉપર આક્રમણ કર્યું અને તે વ્યાપારીનો બધો માલ લૂંટીને લઈ ગયા.
જબૂકુમારે કહ્યું: “જે મનુષ્ય વિષયોના તુચ્છ અને નામમાત્રનાં તથાકથિત સુખોમાં આસક્ત થઈ ભાવિ મોક્ષસુખની પ્રાપ્તિનો પ્રયાસ છોડી દે છે, તે સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરતા રહીને એ પ્રમાણે શોક અને દુઃખથી ગ્રસ્ત રહે છે, જેમ કોડીઓના લોભમાં કરોડોની સંપત્તિ ખોઈ બેઠેલો એ વેપારી.”
(પ્રભવનું આત્મચિંતન) જબૂકુમાર દ્વારા કહેવામાં આવેલી હિત-મિત, તથ્યમય, યુક્તિ અને વિરતિપૂર્ણ ઉપર્યુક્ત વાતોને સાંભળ્યા પછી પ્રભવના અંતર્થક્ષ કંઈક ઉન્મીલિત થયાં, એના હૃદયમાં એક પ્રકારની હલચલ પ્રારંભ થયો. જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 26969696969696969696969 ૧૨૧]