Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એક એવો કાળ કહી શકાય છે, જેમાં આ બંને પરંપરાઓ સંભવતઃ એક બીજાની નિકટ સંપર્કમાં આવી હોય.
જમ્મૂ સ્વામીના ઉત્તરાધિકારીના નામભેદને જોઈને અનેક વિદ્વાનોએ પોતાનો એવો અભિમત વ્યક્ત કર્યો છે કે - ‘સંભવતઃ જમ્મૂ સ્વામીના નિર્વાણ પછી જ ભ. મહાવીરના ધર્મસંઘમાં શ્વેતાંબર અને દિગંબર આ પ્રકારના ભેદનાં બીજ રોપાઈ ગયાં હતાં.' પણ એ વિદ્વાનોના આ અભિમતને બંને પરંપરાઓ સમાનરૂપે અસ્વીકારે છે. જમ્મૂ સ્વામી પછી આચાર્યના નામ સંબંધમાં મતભેદ હોવા ઉપરાંત પણ ન તો શ્વેતાંબર પરંપરા આ વાતને માનવા તૈયાર અને ન તો દિગંબર પરંપરા, કે આર્ય જમ્મૂના નિર્વાણ પછી શ્વેતાંબર અને દિગંબર પરંપરા - આ પ્રકારની બે શાખાઓમાં ભગવાન મહાવીરનો ધર્મસંઘ વિભક્ત થઈ ગયો.
આ બધાં તથ્યોને ધ્યાનમાં રાખતા વિચાર કરવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જશે કે આ એક એવો પ્રશ્ન છે, જેનું સમાધાન કરવું કોઈ સાધારણ કાર્ય નથી. આ સંબંધમાં ગહન શોધ(સઘન તપાસ)ની આવશ્યકતા છે. એતદ્વિષયક શોધકાર્યમાં જો કેટલાંક તથ્ય સહાયક સિદ્ધ થઈ શકે છે તો એ તથ્યોને અહીં રાખવામાં આવી રહ્યાં છે : ૧. દિગંબર પરંપરાના ગ્રંથોમાં વિષ્ણુનંદિને જમ્મૂ સ્વામીના ઉત્તરાધિકારી તો માનવામાં આવ્યા છે, પણ ક્યાંયે એવો સ્પષ્ટ રૂપે ઉલ્લેખ નથી કે તેઓ જમ્મૂ સ્વામીના શિષ્ય હતા અથવા બીજા કોઈના. ૨. જે પ્રમાણે શ્વેતાંબર પરંપરાના ગ્રંથોમાં જમ્મૂ સ્વામીના પટ્ટધર પ્રભવ સ્વામીનો વિસ્તારથી પરિચય આપવામાં આવ્યો છે, એ પ્રમાણે દિગંબર પરંપરાના ગ્રંથોમાં આર્ય વિષ્ણુનો કોઈ પરિચય આપવામાં આવ્યો નથી.
૩. દિગંબર પરંપરાના ગ્રંથોમાં પ્રભવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ શ્વેતાંબર પરંપરાના એક પણ પ્રાચીન ગ્રંથમાં વિષ્ણુનંદિનો ક્યાંય નામોલ્લેખ સુધ્ધાં ઉપલબ્ધ નથી થતો.
આશા છે કે બંને પરંપરાઓના વિદ્વાન આ સંબંધમાં ગહન શોધ પછી સમુચિત પ્રકાશ નાખવાનો પ્રયાસ કરશે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૨૦