Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રૂપમાં બેઠેલી પોતાની માતાને લાકડી વડે મારી રહ્યો હતો. એ જ સમયે એક મુનિ ભિક્ષાર્થે ભ્રમણ કરતા-કરતા મહેશ્વરદત્તના ઘરે આવ્યા.
મુનિએ મહેશ્વરદત્તને અતિપ્રસન્ન મુદ્રામાં મહિષ-માંસ ખાતા, પુત્રને લાડ કરતા અને કૂતરીને મારતા જોયો. મુનિ પોતાના અવધિજ્ઞાનથી વસ્તુસ્થિતિને જાણીને મનોમન વિચાર કરવા લાગ્યા - “અહો ! અજ્ઞાનની કેવી વિડંબના છે ! અજ્ઞાનના કારણે આ માનવે પોતાના શત્રુને તો ખોળામાં રાખ્યો છે, માતાને મારી રહ્યો છે અને પોતાના પિતાના શ્રાદ્ધમાં પોતાના પિતાના જીવને જ મારીને સ્વયં ખાય છે અને અન્ય લોકોને પણ ખવડાવે છે.' તે “અહો અકાય' કહીને ઘરના બારણેથી જ પાછા ફર્યા.
મહેશ્વરદત્તે પોતાના મનમાં વિચાર કર્યો કે - “મુનિ કંઈ પણ લીધા વગર જ “અહો અકાર્ય' કહીને ઘરના દ્વારેથી જ પાછા ફરી રહ્યા છે, શું કારણ હશે? મુનિને એનું કારણ પૂછવું જોઈએ.” એવું વિચારી એ મુનિને શોધતો-શોધતો એ સ્થાને પહોંચ્યો, જ્યાં તે રોકાયા હતા. મહેશ્વરદત્તે મુનિને પ્રણામ કરી એમને પોતાના ઘરેથી ભિક્ષા લીધા વગર જ “અહો અકાર્ય કરી પરત આવવાનું કારણ પૂછ્યું. - સાધુએ ઉત્તર આપ્યો : “ભવ્ય ! માંસભોજીઓના ઘરેથી અને
જ્યાં મર્યાદાનો વિચાર ન હોય ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરવી અમારા શ્રમણો માટે કલ્પનીય નથી. માંસભક્ષણ નિતાંત હિંસાપૂર્ણ અને જુગુપ્સનીય છે, અતઃ માંસભોજી કુળોની અમે ભિક્ષાગ્રહણ નથી કરતા. પછી તારે ત્યાં તો.”
પોતાના અંતિમ વાક્યને અપૂર્ણ છોડીને જ મુનિ મૌનસ્થ થઈ ગયા. મહેશ્વરદત્તે મુનિનાં ચરણોમાં પોતાનું મસ્તક રાખીને ઘણા અનુનય-વિનયની સાથે વાસ્તવિક તથ્ય બતાવવાની પ્રાર્થના કરી. એથી મુનિએ પોતાના અવધિજ્ઞાન દ્વારા જાણેલો મહેશ્વરદત્તના પિતા, માતા, જારપુરુષ, મહિષ, કૂતરી અને પુત્રનો બધો વૃત્તાંત સંભળાવી દીધો. - મહેશ્વરદત્તે કહ્યું: ભગવન્! તમે જે કંઈ પણ કહ્યું, તે સત્ય છે, પણ આ તથ્યોની પુષ્ટિમાં તમે કોઈ પ્રમાણ (સાબિતી) પ્રસ્તુત કરી શકો છો ?” મુનિએ કહ્યું : “કૂતરીને તું તારા ભંડારકક્ષમાં લઈ જા, એને ત્યાં જાતિસ્મરણ જ્ઞાન થઈ જશે અને તે પોતાના પંજા વડે આંગણું ખોદીને રત્નોથી ભરેલો કળશ બતાવશે.” જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૨) 23999999999 ૧૧૯ ]