Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મુનિના કથન અનુસાર મહેશ્વરદત્ત કૂતરીને પોતાના ઘરના ભંડાર-કક્ષમાં લઈ ગયો. ત્યાં જતા જ એને પૂર્વજન્મનું સ્મરણ થઈ ગયું અને એણે પોતાના પંજા વડે કક્ષનું આંગણું ખોદીને રત્નોથી ભરેલો ચરુ બતાવી દીધો.
મુનિ દ્વારા અતિ નિગૂઢ રહસ્યના પ્રમાણ પુરસ્સર અનાવરણ થઈ જવાથી મહેશ્વરદત્તને સંસારથી વિરક્તિ થઈ ગઈ. એણે એ જ અવધિજ્ઞાની મુનિની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી પોતાનો ઉદ્ધાર કર્યો.
દષ્ટાંતના નિષ્કર્ષને સમજાવતા જકુમારે કહ્યું પ્રભવ! લોકાચારની તો વસ્તુતઃ આ પ્રકારની સ્થિતિ છે. અજ્ઞાનથી આવૃત્ત મનવાળા પ્રાણી જ એને પ્રમાણભૂત માનીને અકરણીય કાર્યોમાં પ્રવૃત્તિ અને કરવાયોગ્ય કાર્યોમાં નિવૃત્તિ રાખે છે. પરંતુ જેમના હૃદયમાં જ્ઞાનનો વિમલ પ્રકાશ થઈ ચૂક્યો હોય, તે લોકો ક્યારેય એવાં કાર્યોમાં પ્રવૃત્ત નથી થતા. આ સંસાર દુઃખોથી ઓતપ્રોત છે, આ વાતને જે પ્રાણી અનુભવે છે, એણે એવું કરવું જોઈએ કે તે સંસારના સમસ્ત પ્રપંચોનો પરિત્યાગ કરી મોક્ષપ્રાપ્તિ માટે પોતાની પૂરી શક્તિ લગાવીને નિરંતર પ્રયત્ન કરતો રહે.”
સુખના વાસ્તવિક સ્વરૂપને સમજવાની જિજ્ઞાસા લઈને પ્રભવે જબૂકમારને અંતિમ પ્રશ્ન કર્યો : “સ્વામિન્ ! વિષયસુખમાં અને મુકિતસુખમાં કયું અંતર છે?”
જબૂકુમારે ઉત્તર આપ્યો: પ્રભવ! મુક્તિનું સુખ અનિર્વચનીય અને નિરૂપમ છે. એમાં ક્ષણમાત્ર માટે પણ ક્યારેય કોઈ બાધા નથી આવતી, એટલા માટે તે અવ્યાબાધ છે, એનો કોઈ અંત નથી, એની ક્યારેય કશે પરિસમાપ્તિ નથી, અતઃ તે અનંત છે અને દેવતાઓના સુખથી પણ તે અનંતગણું અધિક છે. એનું વર્ણન નથી કરી શકાતું, એટલે તે અનિર્વચનીય છે. વિષયજન્ય તથાકથિત સુખ વસ્તુતઃ સુખ નથી, તે તો સુખની કલ્પના અને વિડંબના માત્ર છે. અશન, પાન, વિલેપન આદિનો ઉપભોગ કરતી વખતે સુખની કલ્પના કરતો માનવ વસ્તુતઃ દુઃખોને જ નિમંત્રણ આપે છે. અનુભવીઓએ સાચું જ કહ્યું છે કે - “ભોગમાં રોગનો ભય છે. એવું કહીને જખૂકુમારે દુઃખમાં સુખની કલ્પના કરવાના વિષયમાં એક વણિકનું દૃષ્ટાંત સંભળાવ્યું. ૧૨૦ 969696969696969699) જેન ધર્મનો મલિક ઇતિહાસ ઃ (ભાગ-૨)