Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ભગવાનના ૧૧ ગણધરોમાંથી સાતના પ્રથક્કતઃ પ્રત્યેકના એક ગણના હિસાબે સાત ગણ, આઠમો તથા નવમો ગણધરનો સંમિલિત એક ગણ અને દશમા તથા અગિયારમા ગણધરનો સંમિલિત એક ગણ એ પ્રકારે કુલ નવ ગણ હતા. ગણધરોની સંખ્યા અનુસાર ૧૧ નહિ, પણ ૯ ગણોની દૃષ્ટિથી દ્વાદશાંગીની ૯ વાંચનાઓ માનવામાં આવી છે. ગૌતમ અને સુધર્માને છોડીને શેષ ૯ ગણધર ભગવાન મહાવીરની વિદ્યમાનતામાં જ પોત-પોતાના ગણ આર્ય સુધર્માને સંભળાવીને, એક-એક માસના પાદોપગમન સંથારા કરીને સિદ્ધ થઈ ગયા. એમના સાત ગણ આર્ય સુધર્માના ગણમાં વિલીન થઈ ગયા.
ઇન્દ્રભૂતિ ગૌતમ પણ વિ.નિ.ના ૧૨ વર્ષ પશ્ચાત્ આર્ય સુધર્માને પોતાનો ગણ સોંપીને સિદ્ધ થયા. આ પ્રકારે ભગવાનના ૧૦ ગણધરોની શિષ્ય પરંપરા અને એમની ૮ વાચનાઓ એમના (ગણધરોના) નિર્વાણની સાથે જ સમાપ્ત થઈ ગઈ અને પરિણામતઃ માત્ર સુધર્મા સ્વામીની શિષ્ય પરંપરા અને દ્વાદશાંગીની વાચના જ અવશિષ્ટ રહી.
દિગંબર પરંપરાના ગ્રંથોમાં દ્વાદશાંગીની રચના સંબંધમાં બે પ્રકારની માન્યતાઓ ઉપલબ્ધ થાય છે. - ‘તત્ત્વાર્થ સૂત્ર' પર લખાયેલી સર્વાર્થસિદ્ધ નામક વૃત્તિમાં બધા ગણધરો દ્વારા દ્વાદશાંગીની રચના કરવામાં આવી હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં લખ્યું છે કે - “સર્વજ્ઞ તીર્થંકરે પોતાના પરમ અચિંત્ય કેવળજ્ઞાનની વિશિષ્ટતા દ્વારા અર્થરૂપથી આગમોનો ઉપદેશ આપ્યો. એ તીર્થંકરોની અતિશય બુદ્ધિની વૃદ્ધિથી સંપન્ન શ્રુતકેવળી ગણધરો દ્વારા ભગવાનના એ ઉપદેશના આધારે જે ગ્રંથોની રચના કરવામાં આવી, એને દ્વાદશાંગી કહે છે.” બીજી માન્યતા એ છે કે ભગવાન પાસેથી અર્થતઃ આગમોનો ઉપદેશ સાંભળી ઇન્દ્રભૂતિ ગૌતમે એ જ દિવસે એક મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી.
શ્વેતાંબર અને દિગંબર બંને જ પરંપરાઓના ઉલ્લેખના પર્યાલોચનથી એ નિષ્કર્ષ નીકળે છે કે દ્વાદશાંગીની રચના કોઈ એક ગણધરે નહિ, પરંતુ બધા ગણધરોએ કરી, અને નિર્વાણ બાદ પદ્માર્તીકાળમાં વખતો-વખત આવશ્યકતાનુસાર ચતુર્દશ પૂર્વધર તથા દેશ પૂર્વધર આચાર્યોએ અંગબાહ્ય આગમોની દૃષ્ટિવાદના પૂર્વાંગમાંથી સંકલના કરી.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૭૭.૩ ૨૦