Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પોતાનું સર્વસ્વ શ્રમણ ભગવાન મહાવીરનાં ચરણોમાં સમર્પિત કરી દીધું અને પ્રભુચરણોમાં પ્રવ્રજિત થવાનો દઢ સંકલ્પ કરી લીધો. - એમણે હાથ જોડી શીશ નમાવીને પ્રભુને પ્રાર્થનાભર્યા સ્વરમાં કહ્યું: પ્રભો ! મને તમારાં ચરણોમાં પૂર્ણ આસ્થા છે. હું હવે આજીવન તમારાં ચરણોની શરણમાં રહેવા માંગુ છું, અતઃ આપ મને આપના પરમ કલ્યાણકારી ધર્મમાં શ્રમણદીક્ષા પ્રદાન કરી કૃતાર્થ કરો.”
તીર્થંકર પ્રભુ મહાવીરે “અહાસુહ દેવાણુપ્રિયા !' આ સુધાસિક્ત વાક્યથી ઇન્દ્રભૂતિનો યથેસિત સુખદ કાર્ય કરવાની અનુજ્ઞા પ્રદાન કરી. ઇન્દ્રભૂતિના ૫૦૦ શિષ્યોએ પણ પોતાના ગુરુનાં ચરણચિહ્નો ઉપર ચાલવાનો સંકલ્પ કર્યો.
શ્રમણદીક્ષા ગ્રહણ કરવાનો હેતુ સમુદ્યત (આગળ વધેલા) ઇન્દ્રભૂતિ ગૌતમના અંતરમનની પોકાર અને પ્રાર્થનાને સાંભળી ભગવાન મહાવીરે એમને પોતાના ભાવિ પ્રથમ ગણધર જાણી પ્રમુખ શિષ્યના રૂપમાં ઈ.સ. પૂર્વ પપ૭ અને વિક્રમ પૂર્વ ૫૦૦ વૈશાખ શુકલ ૧૧ના દિવસે સ્વયંના શ્રીમુખે સર્વવિરતિ શ્રમણદીક્ષા અર્થાત્ પંચમહાવ્રતોની ભાગવતી દીક્ષા પ્રદાન કરી. - પોતાના પ00 શિષ્યો સહિત, શ્રમણ ભગવાન મહાવીરની પાસે, ઇન્દ્રભૂતિના પ્રવ્રજિત થવાનો સંવાદ સાંભળી ક્રમશઃ અગ્નિભૂતિ, વાયુભૂતિ, આર્ય વ્યક્ત, આર્ય સુધર્મા પ્રત્યેક પોતાના ૫૦૦-૫૦૦ શિષ્યો, મંડિત તથા મૌર્યપુત્ર પોતાના ૩૫૦-૩૫૦ શિષ્યો, અને અકંપિત, અચલ ભ્રાતા, મેતાર્ય તથા પ્રભાસ પોતાના ૩૦૦-૩૦૦ શિષ્યોની સાથે શ્રમણ ભગવાન મહાવીરના સમવસરણમાં આવ્યા અને પોતાના મનોગત સંશયનું ભગવાન મહાવીર દ્વારા પૂર્ણરૂપે સમાધાન મેળવી પોત-પોતાના શિષ્ય મંડળ સહિત ભગવાન મહાવીરની પાસે મુંડન કરાવી વિધિવત્ નિગ્રંથ બની ગયા.
આ પ્રમાણે એક જ દેશના(ઉપદેશ) વેદ-વેદાંતના વિખ્યાત જ્ઞાતા અગિયાર વિદ્વાન આચાર્યો અને એમના ૪૪૦૦ શિષ્યોએ શાશ્વત સત્યને હૃદયંગમ કરાવવાવાળા ભગવાન મહાવીરના પરમ તાત્ત્વિક ઉપદેશથી ધર્મના સત્ય સ્વરૂપને ઓળખીને પ્રભુની પાસે શ્રમણદીક્ષા ગ્રહણ કરી.
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ તીર્થની સ્થાપના પછી ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને અગ્નિભૂતિ વગેરે ૧૦ પ્રમુખ શિષ્યોની [ ૪૬ 9999999999£9 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)