Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વાતાવરણની નિઃસ્તબ્ધતાનો ભંગ કરતા જણૂકુમારે પોતાની આઠેય પત્નીઓને સંબોધિત કરી: “ભવ્યાત્માઓ તમને વિદિત છે કે હું કાલે પ્રાત:કાળે પ્રવજિત થઈને મુક્તિ-પથનો પથિક થવા જઈ રહ્યો છું. સંભવતઃ તમે આશ્ચર્ય પામી રહ્યા હશો કે હું વિષયભોગ-યોગ્ય આ તરુણવયમાં અપાર વૈભવનો પરિત્યાગ કરી ભોગોથી વિમુખ થઈ ત્યાગમાર્ગની તરફ ઉન્મુખ કેમ થઈ રહ્યો છું? મારા દ્વારા ત્યાગમાર્ગ અપનાવવાનું ઔચિત્ય તમે શીઘ જ સારી રીતે સમજી શકશો, એટલા માટે હું સર્વપ્રથમ એક વાત સ્પષ્ટ કરી દેવા માંગુ છું, તે એ છે કે સાંસારિક વિષયભોગ માનવને ત્યાં સુધી જ સુખપ્રદ પ્રતીત થાય છે,
જ્યાં સુધી એના હૃદયમાં તત્ત્વબોધ ન થવાના કારણે મૂઢતા વ્યાપ્ત હોય. જીવજીવાદિ તત્ત્વોનો બોધ થતાં જ મનુષ્યના હૃદયમાં વ્યાપ્ત વિમૂઢતા વિનિષ્ટ થઈ જાય છે અને તે તત્ત્વવિદ્ વ્યક્તિ પ્રબુદ્ધચેતા બની જાય છે. તત્ત્વવેત્તા બની જવા પછી એ વ્યક્તિના મનમાં વિષય-સુખ અને મૂઢતા માટે કોઈ સ્થાન અવશિષ્ટ નથી રહેતું.
સુધર્મા સ્વામીની કૃપાથી તત્ત્વબોધ પ્રાપ્ત કરી લીધો છે. અતઃ હવે હું વિષયભોગના સુખને અને સમસ્ત સાંસારિક વૈભવને વિષવત્ હાનિપ્રદ અને હેય સમજું છું. વસ્તુતઃ આ બધા વિષયભોગ ક્ષણભંગુર છે. આ વિષયભોગોથી પ્રાપ્ત થતાં સુખો પણ ક્ષણિક હોવાની સાથે-સાથે ભીષણ, દુઃખદાયી અને અનંતકાળ સુધી ભવભ્રમણ કરાવનારા છે. આ સંસારરૂપી વિષવૃક્ષના જન્મ, જરા, રોગ, શોક, ભીષણ યાતનાઓ અને મૃત્યુ એ દુઃખપ્રદ ફળ છે.
. (પ્રભવનું આગમન ) જે સમયે જખૂકુમાર પોતાની આઠ પત્નીઓને આ પ્રમાણે શિક્ષા આપી રહ્યા હતા, એ જ સમયે પ્રભવ નામક એક કુખ્યાત ચોર પોતાના ૫૦૦ સાથી ચોરોની સાથે ઋષભદત્તના ઘરમાં ચોરી કરવા માટે આવી પહોંચ્યો. પ્રભવે અવસ્થાપિની વિદ્યાના પ્રગોયથી ઘરના બધા લોકોને પ્રગાઢ નિદ્રામાં ઊઘાડી દીધા અને તાલીઘાટિની વિદ્યાના પ્રયોગથી બધા કક્ષા(ઓરડાઓ)ના તાળા ખોલી નાખ્યા. પ્રભવની સાથે આવેલા ચોરોએ જ્યારે શેઠ ઋષભદત્ત અને એમને ત્યાં આવેલા શ્રીમંત અતિથિઓના બહુમૂલ્ય રત્ન અને આભૂષણ વગેરે ઉતારીને લઈ જવાની તૈયારી કરી તો શાંત ગંભીર સ્વરના ચોરોને સંબોધિત કરતા જખ્ખ સ્વામી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 96969696969696969696969, ૮૯ |