Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મોકલી આપી કે - પ્રાતઃકાળ થતાની સાથે તેઓ પણ પોતાના પતિની સાથે પ્રવ્રુજિત થઈ જશે.’
પોતાની પુત્રીઓની પ્રવ્રુજિત થવાની વાત સાંભળી, સાંભળતાં જ આઠેય શ્રેષ્ઠી-દંપતી તત્કાળ જમ્બકુમારના ભવને આવ્યાં. એ સમયે ત્રણ પ્રહરની રાત્રિ વીતી ચૂકી હતી, માત્ર અંતિમ પ્રહર અવશિષ્ટ (શેષ) હતો. પરિવારને પ્રતિબોધ
પ્રભવ આદિ દસ્યુમંડળ અને પોતાની આઠેય પત્નીઓને પ્રતિબોધ આપ્યા પછી જમ્મૂકુમાર પ્રતિદિનના નિયમાનુસાર પોતાનાં માતા-પિતા પાસે ગયા. એમણે પોતાનાં માતા-પિતા અને એમની પાસે બેઠેલા સાસુ-સસરાઓ(શ્વસૂરો)ને વિનયપૂર્વક પ્રણામ કર્યાં. આશીર્વચન પછી શ્રેષ્ઠી ઋષભદત્તે સ્નેહાસિક્ત સ્વરમાં જમ્બૂકુમારને એમના નિશ્ચયના વિષયમાં પૂછ્યું.
જમ્મૂકુમાર : “પિતૃદેવ ! તમારી આઠેય કુળવધૂઓ અને મેં આત્મોદ્વારના હેતુથી એ દૃઢ નિશ્ચય કર્યો છે કે - ‘તમારી અનુમતિ મેળવી અમે પ્રાતઃકાળે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લઈશું.' અમને હવે માત્ર આપની અનુમતિની જ આવશ્યકતા છે. કૃપા કરી હવે વિના-વિલંબે આપ અમને દીક્ષિત થવાની અનુમતિ પ્રદાન કરો.”
ત્યાર બાદ મોહગ્રસ્ત શ્રેષ્ઠી-દંપતીઓને મોહનિદ્રામાંથી જાગૃત કરવા જમ્બૂકુમારે શાંત, મધુર પરંતુ દૃઢ સ્વરમાં સંબોધિત કર્યાં : “માતૃ-પિતૃ દેવો ! જે પ્રમાણે લવણ સમુદ્ર અપાર ક્ષારયુક્ત જળરાશિઓથી પૂર્ણપણે ભરેલો છે, બરાબર એ જ રીતે ભવસાગર અને શારીરિક અને માનસિક અસંખ્ય દુઃખોથી ભરેલો છે. વસ્તુતઃ આ સંસારમાં સુખ નામની કોઈ વસ્તુ નથી. દુઃખમાં સુખનો વિભ્રમ અને દુ:ખમાં સુખની મિથ્યા કલ્પના દ્વારા દુઃખમૂલક સુખાભાસને જ વિષયાસક્ત પ્રાણીઓએ સુખ સમજી લીધું છે. મધવાળી તલવારની તીક્ષ્ણ ધારને જીભ વડે ચાટવા પર જે પ્રકારે મધના ક્ષણિક અને તુચ્છ સુખની સાથે જીભ કપાવાની અસહ્ય વ્યથા જોડાયેલી છે, સો ટકા એવી જ સ્થિતિ આ સાંસારિક વિષયોપભોગજન્ય સુખો ઉપર ઘટિત થાય છે, એ સિવાય ગર્ભવાસના ઘોર દુઃખની કલ્પના સુધ્ધાં નથી કરી શકાતી. 23 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૯૨