Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મહત્ત્વાકાંક્ષાઓ પણ વધતી ગઈ. પોતાની મહત્ત્વાકાંક્ષાઓની પૂર્તિ માટે એણે ‘તાલોદ્ઘાટિની વિદ્યા' (મજબૂતથી મજબૂત તાળાંઓને અનાયાસે જ ખોલી નાખવાની વિદ્યા) અને ‘અવસ્વાપિની વિદ્યા' (લોકોને પ્રગાઢ નિદ્રામાં ઊંઘાડી દેવાની વિદ્યા) આ બે વિદ્યાઓની પણ પ્રયત્નપૂર્વક સાધના કરી લીધી. પોતાની શક્તિશાળી ડાકૂમંડળી અને ઉપરોક્ત બંને વિદ્યાઓના જોરે ડાકૂ-સરદાર પ્રભવ મોટાં-મોટાં શહેરોમાં રહેનારા ધનાઢ્યોનાં ઘરોમાં નિઃશંક થઈ પ્રવેશ કરતો અને લોહીનું એક પણ ટીપું પાડ્યા વગર જ અપાર સંપત્તિ લૂંટવામાં સફળ થઈ જતો. ચારેય તરફ ડાકૂ-સરદાર પ્રભવનો ભયંકર આતંક છવાયેલો હતો. જમ્મૂ અને પ્રભવનો સંવાદ
પ્રભવ દ્વારા શ્રેષ્ઠી ઋષભદત્તના ઘરે ધાડ પાડવાનો, જમ્મૂના પ્રભાવથી ચોરોના સ્તંભનની ઘટનાનું વર્ણન થઈ ગયું છે. પછી પ્રભવ અસીમ આત્મીયતાથી ઓતપ્રોત સ્વરમાં કહેવા લાગ્યો : “જમ્બુકુમાર ! તમે સ્વયં વિશ છો, છતાં પણ હું એક વાતનું નિવેદન તમારી પાસે કરું છું. સંસારમાં રમા અને રામા - એ બે અમૃતફળ છે, જે દેવને પણ સહસા દુર્લભ છે, પણ સૌભાગ્યથી તમને આ બંને અમૃતફળ પ્રાપ્ત છે. તમે એનો યથેચ્છ, મન ભરીને ઉપભોગ કરો. ભવિષ્યના ગર્ભમાં સંતાયેલા મોટામાં મોટા સુખની આશામાં, ઉપલબ્ધ સુખને પરિત્યાગનારની પંડિતજન પ્રશંસા નથી કરતા. હજી તો આપની આયુ સંસારનાં ઇન્દ્રિયજન્ય સુખોના ઉપભોગની છે. મારી સમજમાં નથી આવતું કે આ કસમયે ભોગમાર્ગમાંથી મોઢું ફેરવીને તમે તમારા મનમાં પ્રવ્રુજિત થવાની વાત કેમ વિચારી રાખી છે ? જે લોકોએ આનંદપ્રદ સાંસારિક ભોગોપભોગોનો જરા પણ રસાસ્વાદન કરી લીધો હોય અને જેમની અવસ્થા પરિપક્વ થઈ ચૂકી હોય, એવી વ્યક્તિ જો ધર્મનું આચરણ કરે, તો એ સ્થિતિમાં ત્યાગનું ઔચિત્ય સમજાય શકે છે.”
આ વાત પર જમ્બૂકુમારે કહ્યું : “પ્રભવ ! તું જેને સુખ સમજે છે, તે તથાકથિત વિષયસુખ મધુબિંદુ સમાન અતિ તુચ્છ, નગણ્ય અને ક્ષણિક છે. એનું પરિણામ અત્યંત દુ:ખદાયી છે.”
પ્રભવે પૂછ્યું : “બંધુવર ! આ મધુબિંદુ શું છે ?' એના ઉપર જમ્મૂકુમારે પ્રભવને મધુબિંદુનું આખ્યાન સંભળાવ્યું.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૩૭
૧૦૧