Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઉપર બહુ મોટો ઉપકાર છે. હવે હું મારું શેષજીવન આત્મસાધનામાં જ વ્યતીત કરીશ.”
એમ કહી કુબેરદત્ત ઘરેથી જતો રહ્યો. એણે એક સ્થવિર શ્રમણની પાસે જઈ ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને નિશ્ચલ-નિર્વેદની સાથે વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરતા-કરતા અંતે સમાધીકરણ દ્વારા આયુ પૂર્ણ કરી દેવરૂપે ઉત્પન્ન થયો.
કુબેરસેના પણ બોધ મેળવી શ્રાવિકા ધર્મનું અને ગૃહસ્થયોગ્ય નિયમોનું પાલન કરતા-કરતા પોતાના ઘરમાં રહેવા લાગી અને સાધ્વી કુબેરદત્તા પોતાની પ્રવર્તિનીની સેવામાં પરત ફરી.
ઉપર્યુક્ત આખ્યાન સંભળાવ્યા પછી જબ્બકુમારે પ્રભવને પ્રશ્ન કર્યો : “પ્રભવ ! હવે તું જ કહે કે આ ત્રણેએ ઉપર વર્ણિત વસ્તુસ્થિતિનો ખરેખરો બોધ થઈ જવા પછી પણ શું ક્યારેય વિષયભોગો પ્રત્યે રાગ અથવા આસક્તિ થઈ શકે છે.”
પ્રભવે કહ્યું: “કદાપિ નહિ.”
જબૂકુમારે ત્યાગમાર્ગને અપનાવવાનો પોતાનો દઢ નિશ્ચય ફરીથી જણાવતા કહ્યું : “પ્રભવ ! કુબેરસેના આદિ આ ત્રણેય પ્રાણીઓમાં કદાચિત કોઈ મૂઢતાવશ પ્રમત્ત હોય વિષયસેવનની તરફ પ્રવૃત્તિ કરી શકે છે. પરંતુ મેં મારા ગુરુની પાસે વિષયભોગોથી થનારા મહાન અનર્થોને સારી રીતે સમજી લીધા છે, અતઃ મારા મનમાં વિષય-ભોગો માટે લેશમાત્ર પણ અભિલાષા ઉત્પન્ન નથી થઈ શકતી.”
પ્રભવનું મસ્તક શ્રદ્ધાથી અવનત થઈ ગયું (ઝૂકી ગયું), એણે કહ્યું : “શ્રદ્ધેય ! તથ્યોથી ઓતપ્રોત અતિશય સંપન્ન તમારાં વચનો સાંભળીને એવો કયો ચેતનાશીલ પ્રાણી છે, જેને પ્રતિબોધ ન થાય ? પણ એક વાત હું તમને કહેવા માંગુ છું. વસ્તુતઃ ધન ઘણા જ કઠોર પરિશ્રમ અને પ્રયત્નોથી પ્રાપ્ત થાય છે. તમારી પાસે અપાર સંપત્તિ છે. આ વિપુલ વૈભવનો ઉપભોગ કરવા માટે તમે ઓછામાં ઓછું એક વર્ષ સુધી તો ગૃહવાસમાં રહો અને પતુઓ અનુકૂળ વિષયભોગોનો આનંદ લેતા-લેતા, દીનદુઃખીઓની સેવા કરી આ દ્રવ્યનો સદુપયોગ કરો. પછી હું પણ તમારી સાથે પ્રવ્રજિત થવા માટે તૈયાર છું.” જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 999999999999 ૧૧૩]