Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કરીશ. વધૂને માત્ર પાણિગ્રહણનો જ દોષ લાગ્યો છે. કોઈ મહાપાપ નથી થયો. જે થવાનું હતું તે થઈ ગયું. હવે હું પુત્રી કુબેરદત્તાને એના ઘરે મોકલી દઉં છું. તું થોડાક દિવસો માટે બીજાં નગરોમાં ફરીને આવ. ત્યાંથી તારા પરત ફરતા જ હું કોઈ બીજી કન્યા સાથે તારા વિવાહ કરી નાખીશ.”
ત્યાર બાદ કુબેરદત્તની માતાએ કુબેરદત્તાને એના ઘરે મોકલી દીધી અને કુબેરદત્ત પણ પોતાની સાથે પર્યાપ્ત સંપત્તિ અને પાથેય લઈને કોઈ બીજા નગરમાં જવા માટે પ્રસ્થિત થયો.
કુબેરદત્તાએ પણ પોતાના ઘરે પહોંચી પોતાની માતા પાસે પોતાના તથા એ વીંટીના સંબંધમાં શપથ અપાવીને પૂછ્યું. શ્રેષ્ઠીપત્નીએ પણ યથાઘટિત બધી ઘટના એને સંભળાવી દીધી.
બધી ઘટના સાંભળી કુબેરદત્તાને સંસારથી વિરક્તિ થઈ ગઈ. એણે પ્રવર્તિની સાધ્વીની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી અને નિરતિચાર પંચમહાવ્રતોનું પાલન કરતી-કરતી તે એમની સાથે વિભિન્ન ક્ષેત્રોમાં વિચરણ કરવા લાગી. એણે પ્રવર્તિની પાસે આજ્ઞા લઈ એ વીંટી, જેના કારણે એને નિર્વેદ થયો હતો, પોતાની પાસે રાખી લીધી. વિશુદ્ધચારિત્ર્યનું પાલન અને કઠોર તપશ્ચરણથી થોડાક જ વર્ષો પછી કુબેરદત્તાને અવધિજ્ઞાનની ઉપલબ્ધિ થઈ ગઈ. જ્યારે કુબેરદત્તાને અવધિજ્ઞાનથી એ વિદિત થયું કે એનો ભાઈ કુબેરદત્ત પોતાની માતા કુબેરસેનાની સાથે દામ્પત્યજીવન વ્યતીત કરી રહ્યો છે, તો એને સાંસારિક પ્રાણીઓની ગહણીય અને દયનીય સ્થિતિ પર ઘણું આશ્ચર્ય થયું.
એણે મનોમન વિચાર કર્યો - “અજ્ઞાનના કારણે માનવી કેટલો ઘોર અનર્થ કરી નાખે છે.” કુબેરસેના અને કુબેરદત્તને પ્રતિબોધ આપવાના હેતું એણે પ્રવર્તિની આજ્ઞાથી કેટલીક આર્યાઓની સાથે મથુરાની તરફ વિહાર કર્યો. ત્યાં પહોંચીને કુબેરસેના ગણિકાના ઘરમાં એક નિવાસયોગ્ય સ્થાન માંગી કુબેરદત્તાએ ત્યાં રહેવાનો પ્રારંભ કર્યો. કુબેરદત્તથી કુબેરસેનાને એક બાળક પ્રાપ્ત થયું હતું, એ બાળકને કુબેરસેના વારંવાર સાધ્વી કુબેરદત્તાની પાસે લઈ જવા લાગી. ' કુબેરસેના અને કુબેરદત્તને પ્રતિબોધ આપવા માટે કુબેરદત્તાએ એ બાળકને દૂરથી જ મમતાભર્યા સ્વરમાં પુચકારવાનો પ્રારંભ કર્યો - જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 96969696969696969696969 ૧૧૧]