Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જબૂકુમારે કહ્યું : “પ્રભવ ! પંડિત લોકો સક્ષાત્રોને દાન આપવામાં સંપત્તિનો સદુપયોગ પ્રશંસનીય ગણે છે, ન કે વિષયસુખોની કામનાઓની પૂર્તિમાં.” ત્યાર બાદ જણૂકુમારે અર્થના અનુચિત ઉપયોગ સંબંધમાં એક ગોપયુવક(ગોવાળિયા)નું દષ્ટાંત સંભળાવ્યું.
(ગોપયુવકનું દાંત) અંગ જનપદમાં એક ગોકુળમાં અનેક સમૃદ્ધ ગોપાલક રહેતા હતા, જેમની પાસે અગણિત ગાયો તથા ભેંસો હતી. એક વાર ડાકુઓના એક સશક્ત અને સશસ્ત્ર દળે એ ગોકુળ પર આક્રમણ કર્યું. ડાકૂ લૂંટમાં મળેલ ધનની સાથે-સાથે એક અત્યંત સુંદર ગોપયુવતીને પણ પોતાની સાથે લઈ ગયા, જે એક પુત્રની માતા હતી. જતી વખતે ડાકુઓ તે યુવતીના પુત્રને ગોકુળમાં જ મૂકી ગયા, અને ગોપવધૂને વેચી નાંખવા માટે ચંપા નગરીમાં લઈ ગયા. જ્યાં એક વેશ્યાએ એને ખરીદી લીધી.
વેશ્યાએ એ ગોપવધૂને નૃત્ય અને સંગીતકળા તથા ગણિકાકર્મની ઉચ્ચ કોટિની શિક્ષા અપાવવાનો પ્રબંધ કર્યો. થોડા જ વર્ષોને પ્રયાસથી તે ગોપયુવતી સંગીત અને નૃત્યકલામાં નિપુણ ગણિકા બની ગઈ. વૃદ્ધ ગણિકાએ ગણિકાકાર્યમાં દક્ષ એ ગોપવધૂની સાથે એક રાત્રિ સહવાસ કરવાનું મૂલ્ય એક લાખ રૂપિયા રાખ્યું.
આ તરફ ગોકુળમાં રહેલા એ ગોપવધૂને પુગે પણ યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. એ ગોપયુવક ધૃતપાત્રો (ઘીનાં પાત્રો)થી ભરેલાં અનેક ગાડાંઓ લઈને વેચવા માટે એક દિવસ ચંપા નગરીમાં પહોંચ્યો. ધૃત-વિક્રય પછી એણે જોયું કે અનેક યુવક ગણિકાઓનાં ઘરોમાં નૃત્ય-સંગીતનો આનંદ લૂંટતા-લૂંટતા યથેસિત ક્રીડાઓ કરી રહ્યા છે. એના મનમાં પણ વિચાર ઊઠ્યો કે - “જો સુંદરમાં સુંદર ગણિકાની સાથે ક્રીડાનો આનંદ તે ન લઈ શકે તો પછી એનું બધું ધન શું કામમાં આવશે?” એવો વિચાર કરી એ યુવક અનેક ગણિકાઓના સૌંદર્યને જોતાં-જોતાં ગણિકા બનેલ એ ગોપવધૂને ત્યાં જઈ પહોંચ્યો. તે એના સૌંદર્ય પર મુગ્ધ થઈ, એને મોં-માંગ્યા દામ (શુલ્ક) આપી અને રાત્રિના સમયે આવવાનું કહીને પોતાના ગાડાઓ પાસે ચાલ્યો ગયો. ૧૧૪ 99696969696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨)