Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
“અરે ઓ નાના મુન્ના ! રડ નહિ, તું તો મારો ભાઈ છે, દિયર પણ છે, પુત્ર પણ છે, મારી શોતન(વિપત્ની)નો પુત્ર પણ છે. એક રીતે તું મારો ભત્રીજો પણ છે. કાકા પણ છે. ઓ મુન્ના ! જેનો તું પુત્ર છે, તે મારો ભાઈ પણ છે, પતિ પણ છે. પિતા પણ, પિતામહ પણ, શ્વસુર પણ અને પુત્ર પણ છે. અરે બાળક ! હજી પણ સાંભળ ! હું હજી એક નિગૂઢ તથ્યનું ઉદ્ઘાટન તારી સમક્ષ કરું છું - ઓ બાળક ! જે સ્ત્રીના ગર્ભથી તું ઉત્પન્ન થયો છે, એ મારી માતા છે. તે મારી સાસુ પણ, વિપત્ની પણ, ભાતૃજાયા (ભાભી) પણ, પિતામહી પણ અને વહુ પણ છે.”
સાધ્વી કુબેરદત્તા દ્વારા પોતાના પુત્રને આ પ્રમાણે પૂચકારવાનું સાંભળીને કુબેરદત્ત ચમક્યો. એણે વંદન કર્યા પછી સાધ્વીને પ્રશ્ન કર્યો : “સાધ્વીજી ! તમે આ પ્રકારની પરસ્પર વિરોધી અને અસંબંધ વાતો કેમ અને કયા કારણથી કરી રહ્યા છો ? શું તમારી બુદ્ધિમાં કોઈ ભ્રાંતિ (ભ્રમ) થઈ ગઈ છે અથવા તમે આ બાળકને વિનોદ માટે માત્ર ક્રીડાર્થે આવી અયોગ્ય વાતો કહી રહ્યાં છો ?”
સાધ્વી કુબેરદત્તાએ જવાબમાં કહ્યું : “શ્રાવક ! હું જે વાતો કહી રહી છું, તે બધી સાચી છે. હું તારી બહેન કુબેરદત્તા છું, જેની સાથે તારું પાણિગ્રહણ થયું હતું અને આ છે આપણા બંનેની માતા કુબેરસેના.”
કુબેરસેના અને કુબેરદત્ત આશ્ચર્યથી અવાક્ થઈ સાધ્વીની તરફ જોતાં જ રહી ગયાં. ત્યાર પછી સાધ્વી કુબેરદત્તાએ પોતાના અવધિજ્ઞાન દ્વારા જોયેલી અનેક વાતો એ બંનેને પ્રમાણ આપવા માટે સંભળાવી અને નામાંકિત મુદ્રિકાની વાત કહી, જેના ઉપર કુબેરદત્ત અને કુબેરદત્તાનાં નામ અંકિત હતાં.
સાધ્વી કુબેરદત્તાના મુખેથી સમસ્ત યથાતથ્ય વૃત્તાંત સાંભળી કુબેરદત્તને સંસારથી તીવ્ર વૈરાગ્ય થઈ ગયો. એણે અત્યંત વિષાદભર્યા સ્વરમાં પોતાની જાતને ધિક્કારતા કહ્યું : “શોક ! મહાશોક! અજ્ઞાનવશ મેં કેવું અકરણીય, અનર્થભર્યું ઘોર કુકૃત્ય કરી નાંખ્યું.” આત્મગ્લાનિ અને શોકથી અભિભૂત થઈ કુબેરદત્તે એ બાળકને પોતાની સમસ્ત સંપત્તિનો સ્વામી બનાવી સાધ્વી કુબેરદત્તાને શ્રદ્ધા-ભક્તિપૂર્વક નમન કરતા કહ્યું : “તમે મને પ્રતિબોધ આપ્યો છે. એ તમારો મારા ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૧૨ ૩૭