Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ નામનો કોઈ પૂર્વજ થયો હોય, એ વાત પણ આજ સુધી કોઈના મોઢે સાંભળી નથી. એની સાથે-સાથે જ મારા અંતર્મનમાં આ કુબેરદત્ત પ્રત્યે એ પ્રકારની ભાવના અલ્પમાત્ર પણ નથી ઉત્પન્ન થઈ રહી, જે પ્રકારની ભાવના એક પત્નીના મનમાં પોતાના પતિ પ્રત્યે ઉત્પન્ન થવી જોઈએ.”
એના મનમાં દૃઢ, વિશ્વાસ થઈ ગયો કે - ‘આ બધાની પાછળ અવશ્ય જ કોઈ ને કોઈ ગૂઢ રહસ્ય હોવું જોઈએ.' એવો વિચાર કરી કુબેરદત્તાએ પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને કુબેરદત્તની એ આંગળીમાં પહેરાવી દીધી, જેમાં સ્વયં એની જ નામાંકિત વીંટી વિદ્યમાન હતી.'
બંને વીંટીઓમાં પૂર્ણ સામ્ય જોઈ કુબેરદત્તના મનમાં પણ એ જ પ્રકારના વિચાર ઉત્પન્ન થયા અને એને પણ વિશ્વાસ થઈ ગયો કે નિશ્ચિત રૂપે આ સમાનતાની પાછળ પણ કોઈ રહસ્ય છુપાયેલું છે. કુબેરદત્ત કુબેરદત્તાની વીંટી પરત કરી અને પોતાની વીંટી લઈને તે પોતાની માતા(ધર્મમાતા)ની પાસે પહોંચ્યો. કુબેરદત્તે પોતાની માતાને સોગંધ અપાવતા કહ્યું : “મારી પ્રિય માતા ! મને સ્પષ્ટ અને સત્ય કહી દો કે હું કોણ છું ? આ વીંટી મારી પાસે ક્યાંથી આવી ? કુબેરદત્તાની પાસે પણ આવી જ વીંટી છે, જેના પર અંકિત અક્ષર મારી વીંટીના અંકિત અક્ષરોથી પૂર્ણરૂપે મળે છે.''
શ્રેષ્ઠીપત્નીએ આદિથી લઈ અંત સુધીની બધી ઘટના કુબેરદત્તને સંભળાવી દીધી કે - ‘વસ્તુતઃ તે એનો અંગજ નથી. એના પતિએ તેને યમુનાના પ્રવાહમાં વહેતી-વહેતી આવેલી એક નાની-અમથી સંદૂક(પેટી)માં રત્નોથી ભરેલી પોટલી અને એ વીંટીની સાથે મેળવ્યો હતો.'
શ્રેષ્ઠીપત્નીએ આખી ઘટના સંભળાવ્યા પછી કુબેરદત્તને પાકો વિશ્વાસ થઈ ગયો કે કુબેરદત્તા એની સહોદરા છે. એણે પશ્ચાત્તાપ અને ઉપાલંભભર્યા સ્વરમાં કહ્યું : “માતા ! તમે જાણી જોઈને ભાઈનો બહેન સાથે વિવાહ કરાવી અનુચિત અને નિંદનીય કાર્ય શા માટે કર્યું ?'
શ્રેષ્ઠીપત્નીએ પણ પશ્ચાત્તાપભર્યા સ્વરમાં કહ્યું : “પુત્ર ! અમે જાણવા છતાં પણ મોહવશ આ અનર્થ કરી નાંખ્યો છે, પણ તું શોક ન ઊઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨)
૧૧૦ |