Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અને કુરિ દિવસના થી એમના ગળામાં છે તેની હોડીના
માતા દ્વારા વારંવાર જોર આપવા પર કુબેરસેનાએ કુબેરદત્ત અને કુબેરદત્તાના નામની વીંટીઓ બનાવડાવી અને જ્યારે તે બંને શિશુ અગિયાર દિવસના થયા ત્યારે કુબેરસેનાએ એમના નામની વિટીઓને સૂત્ર(દોરા)માં પરોવી એમના ગળામાં બાંધી દીધી અને એમને બહુમૂલ્ય રત્નોની બે પોટલીઓની સાથે બે નાની હોડીના આકારની લાકડાની પેટીમાં મૂકી દીધા. રાતના સમયે કુબેરસેનાએ પોતાના એ બંને બાળકો સહિત એ બંને પેટીઓને યમુના નદીના પ્રવાહમાં વહાવી દીધી. | નદીના પ્રવાહમાં તરતી-તરતી એ બંને સંદૂકો સૂર્યોદય સમયે શોરિપુર નામક નગરની પાસે પહોંચી. ત્યાં યમુનાસ્નાન કરવા માટે આવેલા બે શ્રેષ્ઠીપુત્રોએ જ્યારે નદીમાં સંદૂકોને આવતી જોઈ તો તરત જ એમણે બંને પેટીઓને નદીમાંથી બહાર કાઢી. એમાં બે શિશુઓને નામાંકિત મુદ્રિકાઓ (વીંટીઓ) અને રત્નોની પોટલીઓની સાથે જોઈ એમને ઘણી પ્રસન્નતા થઈ. પરસ્પર વિચાર-વિનિમય પછી એક શ્રેષ્ઠીપુત્ર બાળકને અને બીજો બાળકીને પોતાના ઘરે લઈ ગયો. એ બંને શ્રેષ્ઠીપુત્રો અને એમની પત્નીઓએ એ બાળકોને પોતાના જ સંતાનની જેમ રાખ્યાં અને ઘણા પ્રેમ અને મમતાથી પાલન-પોષણ કરતાં ક્રમશઃ શિક્ષણ આપી એમને યોગ્ય બનાવ્યાં.
જે સમયે કુબેરદત્ત અને કુબેરદત્તાએ યુવાવસ્થામાં પદાર્પણ કર્યું, એ જ સમયે સમાન વૈભવવાળા એ શ્રેષ્ઠીઓએ એમને એક બીજાને અનુરૂપ અને યોગ્ય સમજીને ઘણી ધામધૂમથી એ બંનેનું પરસ્પર પાણિગ્રહણ કરાવી દીધું. વિવાહના બીજા દિવસે ધૂતક્રીડાની લૌકિક રીતનું નિર્વહન કરવાના સમયે કુબેરદત્તાની બહેનપણી (સખીઓ)ઓએ કુબેરદત્તની વીંટી ઉતારીને કુબેરદત્તાની આંગળીમાં પહેરાવી દીધી. કુબેરદત્તાએ પોતાની વીંટીની સાથે એની સામ્યતા જોઈ ઘણા ધ્યાનપૂર્વક એને જોઈ. એ જોઈ એને કુતૂહલની સાથે જ ઘણું આશ્ચર્ય પણ થયું કે - “બંને વીંટીઓની બનાવટ અને એના પર અંકિત અક્ષરોમાં જરા પણ અંતર નથી.એ વિચારવા લાગી કે - “આ બંને વીંટીઓની આ રીતની સમાનતાની પાછળ અવશ્ય કોઈ ને કોઈ કારણ હોવું જોઈએ.' એણે સ્મૃતિ ઉપર જોર આપતા મનોમન જ કહ્યું - “અમારા પૂર્વજોમાં જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨) 99996969696969696963 ૧૦૯ |