Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થવા લાગ્યાં. હવે તો સાક્ષાત્ મૃત્યુ એની આંખો સમક્ષ નાચવા લાગ્યું. મૃત્યુના ભયથી તે ગભરાઈ ગયો.
સહસા મધમાખીઓના પૂડામાંથી એક મધનું ટીપું ટપકીને એના મોઢામાં પડ્યું. એ ઘોર દુઃખદાયી અને સંકટપૂર્ણ સ્થિતિમાં પણ મધના એક ટીપાના મધુર રસાસ્વાદ પર મુગ્ધ થઈ તે પોતાની જાતને સુખી સમજવા લાગ્યો.
બિલકુલ એ જ સમયે આકાશમાર્ગથી ગમન કરતો એક વિદ્યાધર એ તરફથી નીકળ્યો. એણે કૂવા ઉપર લટકેલા અને બધી બાજુથી સંકટોથી ઘેરાયેલી એ વ્યકિતની દયનીય સ્થિતિ પર દયા કરી એને કહ્યું : “ઓ માનવ ! તું મારો હાથ પકડી લે, હું તને આ કૂવામાંથી કાઢીને અને બધાં સંકટોથી બચાવી સુખદ અને સુરક્ષિત સ્થાને પહોંચાડી દઈશ.”
શાખા પર લટકેલા અને સંકટોમાં ફસાયેલીએ વ્યકિતએ વિદ્યાધરને કહ્યું : “તું થોડી વાર પ્રતીક્ષા કર, જો આ મધુબિંદુ મારા મોઢામાં ટપકવાની તૈયારીમાં છે.”
એ દયાળુ વિદ્યાધરે અનેક વાર એ વ્યક્તિને પોતાનો હાથ પકડવા અને કૂવામાંથી બહાર નીકળવા કહ્યું, પરંતુ દરેક વખતે એ વ્યક્તિએ ઘોર દુઃખોમાં ફસાયેલા હોવા છતાં પણ એ જ ઉત્તર આપ્યો : “હજી થોડીવાર પ્રતીક્ષા કરો, હું વધુ એક મધુબિંદુનો આનંદ લઈ લઉં.”
પર્યાપ્ત પ્રતીક્ષા કર્યા પછી એ વિદ્યાધરે જોયું કે ઘોર દુઃખોથી પીડિત અને મૃત્યુના મુખમાં ફસાયેલ હોવા છતાં પણ આ અભાગી મધુબિંદુના લોભને છોડી નથી રહી, તો તે એને છોડીને પોતાના આવાસની તરફ ચાલ્યો ગયો અને એ દુઃખી વ્યક્તિ અનેક પ્રકારની અસહ્ય યાતનાઓને ભોગવતો-ભોગવતો અંતતોગત્વાકાળનો કોળિયો બની ગઈ.”
જખૂકુમારે કહ્યું: “પ્રભવ ! આ દષ્ટાંતમાં વર્ણિત અર્થાર્થી વણિક સંસારી જીવ, ભયાનક વન-સંસાર, હાથી-મૃત્યુ, કૂવો-દેવ, માનવભવ વણિક-સંસારની તૃષ્ણા, અજગર-નરક અને તિર્યંચગતિ, ચાર ભીષણ સર્પ - દુર્ગતિઓમાં લઈ જનારા ક્રોધ, માન, માયા અને લોભરૂપી ચાર કષાય, વટવૃક્ષની શાખા પ્રત્યેક ગતિની આયુ, કાળા અને સફેદ (શ્વેત) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 96969696969696969696969 ૧૦૩ |