Book Title: Jain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ પ્રકારની વસ્તુસ્થિતિને સમજી ગયા પછી હું આ ભવભૂપમાંથી નીકળવાના કાર્યમાં લેશમાત્ર પણ પ્રમાદ નહિ કરીશ.”
પ્રભવે જખૂકુમાર દ્વારા સમજાવવામાં આવેલી વસ્તુસ્થિતિની તથ્યતાને સ્વીકારતા પ્રશ્ન કર્યો : “તમે જે કહ્યું એ તો બધું બરાબર છે, પરંતુ તમારી સમક્ષ એવી કઈ દુઃખપૂર્ણ સ્થિતિ ઉપસ્થિત થઈ ગઈ છે, જેના કારણે તમે અસમયે જ પોતાના એ બધાં સ્વજનોને છોડીને જઈ રહ્યા છો ? જે તમને પ્રાણથી અધિક પ્રેમ કરે છે !”
(સંસારનું મોટું દુખ) જબૂકુમારે ઉત્તર આપ્યો: “પ્રભવ ! ગર્ભવાસનું દુઃખ શું કોઈ સાધારણ દુઃખ છે ? જે વિશ વ્યક્તિ ગર્ભનાં દુઃખોને જાણે છે, એને સંસારથી વિરક્ત થવા માટે એ એક કારણ જ પર્યાપ્ત છે, નિર્વેદપ્રાપ્તિ માટે એણે એના સિવાય અન્ય કોઈ કારણની આવશ્યકતા નથી રહેતી.” એવું કહી જખૂકુમારે પ્રભવને ગર્ભવાસના દુઃખના સંબંધમાં લલિતાંગનું દૃષ્ટાંત સંભળાવ્યું.
• લલિતાંગનું દષ્ટાંત) - “કોઈ એક સમયે વસંતપુર નગરમાં શતાયુધ નામક એક રાજા રાજ્ય કરતો હતો. શતાયુધની એક રાણીનું નામ લલિતા હતું. રાણી લલિતાએ એક દિવસ એક અત્યંત સુંદર તરુણને જોયો અને એના પ્રથમ દર્શને જ એ રાણી એના ઉપર પ્રાણપ્રણથી વિમુગ્ધ થઈ, એના સંસર્ગ માટે તરફડવા લાગી. રાણીએ પોતાની એક વિશ્વાસુ દાસીને મોકલીને એ યુવક સંબંધમાં પૂર્ણ જાણકારી મેળવી અને
જ્યારે ખબર પડી કે એ યુવક આ જ વસંતપુર નગરના નિવાસી સમુદ્રપ્રિય નામક વણિકનો પુત્ર લલિતાંગ છે, તો એણે એક પ્રેમપત્ર લખીને પોતાની દાસી મારફતે એ યુવકની પાસે પહોંચાડ્યો.
છળ-કપટમાં નિપુણ એ દાસીએ યેન-કેન પ્રકારેણ યુવકને રાણીના ભવનમાં લાવીને રાણી સાથે એનો સાક્ષાત્કાર કરાવી દીધો. રાણી અને લલિતાંગ ત્યાં નિઃશંક થઈ વિષયોપભોગમાં નિરત રહેવા લાગ્યા. એક દિવસે રાજાને પોતાની રાણી અને યુવક લલિતાંગના અનુચિત જિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૨) 9999999999090 ૧૦૫]